પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૧૨ ]

બરમામાંથી પણ આવેલા. હું ધારું છું કે એમની સાથે ભળી જવા હિંદમાંથી પણ કેટલાક આવેલા, પણ કેટલા આવેલા તે હું નથી જાણતો.

સ૦- હિંદમાંથી પણ કેટલાક્ આવેલા તે તમે ક્યાંથી જાણ્યું?

જ૦- મેં એ સાંભળ્યું હતું.

સ૦- ઇમ્ફાલ મોરચા પરની આ૦ હિં૦ ફો૦ રેજિમેન્ટોના નામ ગેરિલા રેજિમેન્ટ નં. ૧, ૨. અને ૩ હતાં?

જ૦ - હું ધારું છું કે એ જ હતાં

સ૦ - ઇમ્ફાલવાળી લડાઇને પરિણામે આ૦ હિં૦ ફો૦ના સૈનિકોમાંથી કમી થયા હતા તે તમે કહી શકો તેમ છો?

- ના.