લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૧૪ ]
દક્ષિણ એશિયાના તમામ દેશોમાં હિંદી સ્વાતંત્ર્ય સંધના રીતસરના સભ્યો હતા, અને એ વખતે એના સભ્યોની સંખ્યા સાડાસાત લાખ જેટલી હતી.

નેતાજી સુભાષ બોઝ ૧૯૪૩ની ૨ જી જુલાઇએ સિંગાપુરમાં આવ્યા. ૪થી જુલાઇએ, પૂર્વ એશિયામાંના પ્રતિનિધિઓની એક પરિષદ સિંગાપુરમાં ભરાઇ. એ પરિષદમાં, રાશબિહારી બોઝે હિંદી સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખપદની સત્તાવાર સોંપણી નેતાજી સુભાષચંદ્ર બોઝને કરી દીધી.

પ્રતિનિધિઓને અને પ્રેક્ષકોને રાશબિહારી બોઝે કહ્યું કે ટોકીઓથી એ એમને માટે એક સોગાદ - નેતાજી - લાવ્યા હતા, અને પ્રમુખપદ નેતાજીને સોંપી દેતા હતા. આ જાહેરાત વખતે હર્ષાવેશના પોકારોનો વરસાદ વરસ્યો હતો.

પોતાના ભાષણમાં નેતાજી બોઝે જાહેર કર્યું કે થોડા જ વખતમાં આઝાદ