પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૧૫ ]


હિંદની એક કામ ચલાઉ સરકારની સ્થાપના કરવાની એમની ધારણા હતી. એનો પણ અત્યંત ઉત્સાહપૂર્વક સત્કાર કરવામાં આવેલો.

૧૯૪૩ની ૨૧મી ઑકટોબરે, પૂર્વ એશિયામાંની હિંદી સ્વતંત્ર્ય સંઘની શાખાઓમાંથી આવેલા પ્રતિનિધિઓની બીજી એક પરિષદ સિંગાપુરમાં ભરાઇ હતી. સામાન્ય મંત્રીએ સંઘની પ્રગતિનો અહેવાલ સરકારની સ્થાપનાની જાહેરાત કરી હતી. પ્રતિનિધિઓએ અને હાજર રહેલા સૌ કોઈએ એ જાહેરાતને તાળીઓના ગડગડાટ અને પોકારો વચ્ચે આવકારી હતી.

આ સરકારના સભ્યોનાં નામ જાહેર કર્યા પછી નેતાજીએ પોતે હિંદુસ્તાન પ્રત્યેની વફાદારીના સોગંદ લીધા. તે પછી પ્રધાનમંડળના બીજા સભ્યોએ હિંદુસ્તાન પ્રત્યેની અને નેતાજી પ્રત્યેની વફાદારીના સોગંદ લીધા. આખી કાર્યવાહી દરમિયાન ડગલે ને પગલે હર્ષાવેશની કીકિયારીઓ અને 'સુભાષ બેાજ કી જય', 'આઝાદ હમકૂત કી જય' તથા 'આઝાદ હિંદ કી જય'ના પોકારો થયા કરતા હતા.'

આઝાદ હિંદની કામચલાઉ સરકારની જાહેરાત કરતી વેળાની એક છબી અને સાક્ષી સહિતના એ સરકારના પ્રધાનોની બીજી છબી સાક્ષીને દેખાડવામાં આવતાં એ એમણે આળખી બતાવી. પછી ઉમેર્યું કે -

'કામચલાઉ સરકારની સ્થાપના પછી અમે બ્રિટન અને અમેરિકા સામે લડાઈ જાહેર કરી. એ સરકારમાં હું જાહેરાત અને પ્રચાર ખાતાનો પ્રધાન હતો. પોતાને વહીવટ-તત્ર તરીકે કામચલાઉ સરકાર હિંદી સ્વાતંત્ર્ય સંઘના વ્યવસ્થા-તંત્રને ઉપયોગ કરતી.'

'કામચલાઉ સરકારની જાહેરાત અને તેના પ્રધાનોનાં નામવાળો એક દસ્તાવેજ સાક્ષીને બતાવતાં, પોતાને યાદ છે ત્યાં સુધી એ સાચાં છે એમ એમણે જણાવ્યું. તે પછી કામચલાઉ સરકારની પ્રવૃત્તિઓ વિશે સવાલો પૂછતાં સાક્ષીએ જણાવ્યું કે-