પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૧૭ ]


આપણી સરકાર પ્રત્યે વફાદારી રાખવાનો અધિકાર માત્ર હિંદી સ્વતંત્ર્ય સંઘના સભ્યોને જ આપવામાં આવશે, કારણ કે સંઘનો સભ્ય ન હોય તેવા કોઈપણ હિંદીને સાચો હિંદી ગણી શકાય નહિ. ૨૧મી ઑકટોબરે શૈનાનમાંના પોતાના ભાષણમાં નેતાજીએ કહ્યું હતું તેમ 'એમને આપણે હિંદીઓ કે મિત્રો ગણી શકીએ નહિ. હિંદુસ્તાનમાં એમને માટે કોઈ સ્થાન નથી.”

વફાદારીની પ્રતિજ્ઞા લેનારાઓની એક યાદી સાક્ષીને દેખાડવામાં આવી ૧૯૪૪ના જૂન સુધીની કુલ સંખ્યા આમાં ૨,૩૨,પ૬૨ની દેખાડેલી હતી.

સ૦ – કામચલાઉ સરકારની આવકના કયા કયા માર્ગો હતા ?

જ૦ – પૂર્વ એશિયામાં બધેથી હિંદીઓ પાસેથી કામચલાઉ સરકાર ફાળા ઉઘરાવતી આ રીતે ભેગા થયેલા પૈસા બરમામાં આઝાદ હિંદ બેન્કમાં રાખવામાં આવતા ફાળામાં રોકડનાણું તેમજ ચીજવસ્તુઓ અપાતી. ખાદ્ય પદાર્થો, ધાતુનાં ઠામવાસણો અને આ૦હિં૦ ફો૦ના ઉપયોગમાં આવી શકે એવી બીજી કોઈપણ ચીજનો એમાં સમાવેશ થતો.

૧૯૪૩ના નવેંબરમાં આ ફાળામાં રોકડનો આંકડો પ૩,૪૩૯પ૬ ડોલરે પહોંચેલો અને ૮૬,૩૧૦ ડોલરની કિંમતનું ઝવેરાત એમાં અપાયેલું. ૧૯૪૪ના જુલાઈમાં કુલ આંકડો ૧,૫૩,૫૪,૧૦૪ ડોલર પહોંચેલો. આઝાદ હિંદ બેન્કની સ્થાપના રંગુનમાં ૧૯૪૪ના એપ્રિલ માં થઈ હતી. શ્રી દીનાનાથ તેના ડાયરેકટરોમાંના એક હતા અને હું તેના ડાયરેકટરોના બેાર્ડનો પ્રમુખ હતો.

શ્રી સુભાષચંદ્ર બોઝે આ૦ હિં૦ ફો૦ નો કબજો સંભાળી લીધો પછી એ સર્વોચ્ચ કમાન્ડર બન્યા. આ૦ હિં૦ ફો૦માં સંપૂર્ણપણે સ્વેચ્છાપૂર્વકની ભરતી કરવામાં આવતી હતી એ હું જાણું છું. અમે જેમને તાલીમ આપી શકતા નહોતા એવા વધારાના સ્વયંસેવકો હમેશાં અમારી પાસે રહેતા હતા. નાગરિક વહીવટકર્તાઓને તાલીમ આપવા