પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૧ ]


કરાવવાની અને હિંદની સ્વતંત્રતા માટે હિંદુસ્તાનની પ્રજામાં પ્રચાર પહોંચતો કરવાની તથા સભાઓ ગોઠવવાની હતી.

સ૦–કામચલાઉ સરકાર માટે ફાળો ઉઘરાવનારાઓએ બરમા અને મલાયામાં હિંદીઓની મૂડીના અમુક ટકા ઠરાવેલા હતા એ સાચું છે ?

જ૦–બરમા અને મલાયામાંના હિંદીઓની સ્વેચ્છાપૂર્વકની સંમતિથી અમુક ટકા ઠરાવવામાં આવ્યા હતા. ફાળા ઉઘરાવનારાઓએ હિંદી વેપારીઓને અને બીજાઓને ફાળામાં આપવાનું કહેલું અને એમની સંમતિથી તેમજ એમની સૂચનાથી જુદા જુદા સ્થળો માટે જુદા જુદા ટકા ઠરાવવામાં આવેલા.

એક ' બોર્ડ ઓફ મેનેજમેન્ટ ' ( વ્યવસ્થા સમિતિ ) મલાયામાં ફાળા એકઠા કરતી અને બરમામાંના હિંદીઓની બનેલી એક નેતાજી ફાળા-સમિતિ પણ હતી. આગળ જતાં કરીમ ગની નામનો એક માણસ નેતાજી ફંડ સમિતિનો સભ્ય બન્યો. ૧૯૪૫ના જાન્યુઆરી અગાઉ ઉઘરાણું એમના કબજામાં નહોતું.

સ૦– પૈસા પડાવવાનો કોઈ આરોપ એમની ઉપર હતો ?

જ૦- ના.

સ૦- શ્રી સુભાષચંદ્ર બોઝના ફરમાનથી એમની ધરપકડ કરવામાં આવેલી ખરી ?

જ૦– નેતાજીના હુકમથી એમને અટકાયતમાં રાખવામાં આવેલા એનાં કારણોની મને ખબર નથી. નેતાજીના જન્મદિવસે સામગ્રી ઉઘરાવવાની પ્રવૃત્તિ વિશે એક તપાસણી થઈ હતી. પણ એમની સામેના ચોક્કસ આરોપોની મને જાણ નથી.

જ૦- આ૦ હિં૦ ફો૦ ને એકવાર કપડું અથવા રૂ. ૫૦ આપવાનો હુકમ દરેક માણસને કરવામાં આવેલો ?

જ૦- દરેક હિંદીએ ઓછામાં ઓછું એક વાર કાપડ આપવું