પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૨૨ ]

જોઈએ એવી અપીલ કરવામાં આવેલી. પણ એમાં કોઈ જાતની બળજબરી તો હતી જ નહિ...ખુદ આ૦ હિં૦ ફો૦ને ઉદ્દેશીને નેતાજીએ કરેલાં સંખ્યાબંધ ભાષણો દ્વારા મેં જાણેલું કે આ૦ હિં૦ ફો૦ માં સ્વેચ્છાપૂર્વક જ ભરતી થતી હતી.

સ૦- મોઢેથી બોલવાનું બાદ કરતાં સાચેસાચ તો બળજબરી વાપરવામાં આવતી હતી એ સાચું ને ?

જ૦-લોકોને આ૦ હિં૦ ફો૦માં ભરતી કરવા માટે મુદ્દલે ય બળજબરી વપરાયાની મને જાણ નથી.

'સ૦– લોકો ઉપર આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું દબાણ લાવવા માટે ભયંકર જુલમો કરવામાં આવ્યા હતા એની તમને જાણ છે ?

જ૦- ૧૯૪૨ના ડિસેમ્બર પછી હિંદીઓ ઉપર આ૦ હિં૦ ફો૦ માં જોડાવા માટે કોઈ જુલમો થયાની મને પોતાને જાણ નથી.

સ૦– જાપાનીએાએ આ૦ હિં૦ ફો૦ ઉપર કોઈ બંધનો મૂક્યાં હોવાનું તમે જાણો છો ?

જ૦- ના.

શ્રી. ભુલાભાઈએ સાક્ષીને અગાઉ એક સવાલ પૂછેલો : 'બંગાળના દુકાળની વાત તમે સાંભળેલી ?'

જ૦- હા.

સ૦- એમાં સપડાયેલા માણસોની રાહત માટે તમારી સરકાર તરફથી કોઈ ઑફર કરેલી.

જ૦- હા, બંગાળના દુકાળપીડિત માણસોની રાહત માટે નેતાજીએ એક લાખ ટન ચોખાની ઑફર કરેલી.

સ૦– એનો શો જવાબ મળેલો ?

'જ૦–એનો સ્વીકાર કરાયો નહોતો.

ઊલટતપાસમાં સરકારી વકીલે એ વાતનો તાગ લીધોઃ–

સ૦– બંગાળના દુકાળની અને શ્રી સુભાષચંદ્ર બોઝે ચોખા