પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૩ ]


મોકલવાની કરેલી ઑફરની વાત તમે જણાવી હતી. એ ઑફર કેવી રીતે કરવામાં આવેલી ?

જ૦– રેડીઓ ઉપરથી એ ઑફર હિંદુસ્તાનની જનતાને તેની જાણ માટે અને હિંદુસ્તાનમાંના સત્તાવાળાઓને એ અંગે પગલાં લેવા માટે કરવામાં આવેલી.

સ૦– આ બ્રોડકાસ્ટ ક્યારે કરાયેલો ?

જ૦- હું માનું છું કે એ ૧૯૪૩ના જુલાઈ કે ઑગસ્ટમાં કરાયો હતો.

સ૦– ક્યાંથી ?

જ૦– સિંગાપુરથી.

સ૦– ચોખા ક્યાંથી મોકલવાના હતા ?

જ૦– જો બ્રિટિશ સરકાર જહાજોની સલામતીની ખાતરી આપે તો બરમાના કેાઈ પણ બંદરેથી એ મોકલવાના હતા.

'સ૦– 'એ વખતે બરમાની પ્રજા ચોખા વિના ભૂખે મરતી હતી ખરી ?

જ૦-ના.

પછીના સાક્ષી તરીકે આવ્યા લે૦ કર્નલ લોગનાથન આઝાદ હિંદની કામચલાઉ સરકારના એ એક પ્રધાન હતા અને આંદામાન તથા નીકોબાર ટાપુઓના ચીફ કમિશ્નર હતા. જુબાની આપતાં એમણે કહ્યું કે-

'સિંગાપુર પડ્યું ત્યારે હું ઈન્ડિયન જનરલ હોસ્પિટલ (હિંદી ઇસ્પિતાલ ) ન. ૧૯નો કબજો સંભળાતો હતો. ૧૯૪૨ના સપ્ટેંબરના અરસામાં હું આ૦ હિં૦ ફો૦ નો સભ્ય બન્યો. વચગાળા દરમિયાન નીસૂન છાવણીમાં આવેલી, મારી ઇસ્પિતાલનો કબજો સંભાળવો મેં ચાલુ રાખ્યો હતો. નીસૂન છાવણી ૨૦૦૦ સિપાહીઓ માટે બાંધવામાં આવેલી, પણ એમાં બારેક હજારને ખીચોખીચ ભરવામાં