પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૫ ]



આ૦ હિં૦ ફો૦ એ હિંદી સ્વાતંત્ર્ય સંધની એક શાખા હતી. મોહનસીંઘને શ્રી રાશબિહારી બોઝ સાથે બહુ સુમેળ નહિ તેથી જાપાનીઓ સાથે વ્યવહાર રાખવામાં એમણે પોતાની ઉપર ઘણી જવાબદારી લીધી હતી. કટોકટી દરમિયાન કેટલાક ઉચ્ચ અફસરોને પોતાને બંગલે મળતા રહેવાનું મોહનસીંઘે કહ્યું હતું એમાંનો હું એક હતો. મોહનસીંઘે અમને જણાવ્યું હતું કે બેંગકોક પરિષદમાં કરેલા ઠરાવોને જાપાનીઓએ હજી સુધી બહાલી આપી નથી.

આ૦ હિં૦ ફો૦ સાથે એક મિત્રસેના તરીકેનો વર્તાવ રાખવાની મોહનસીંઘની માગણીનો સ્વીકાર થયો નહોતો. થોડી વિમાન-વિરોધી ટુકડીઓનો જાપાનીઓએ સંરક્ષણ માટે ઉપયેાગ કર્યો તે સામે મોહનસીંઘે આકરો વિરોધ કર્યો હતો, કારણકે એનો કબજો એમને સોંપાઈ જવો જોઈએ એમ તેઓ માનતા હતા. શ્રી સુભાષચંદ્ર બોઝ આવી પહોંચ્યા નહિ ત્યાં સુધી જાપાનીઓએ એ વિમાન-વિરોધી તોપોનો કબજો સોંપ્યો નહોતો.

જાપાનીઓએ આ૦ હિં૦ ફો૦ના કેટલાક સૈનિકોને બરમા લઈ જવા માટે એક જહાજની ગોઠણ કરેલી. પણ પોતાની જાણ વિના આ રીતે સૈનિકો મોકલાય તે સામે સમિતિના સભ્યોએ વાંધો ઉઠાવ્યો. મોહનસીંઘે પોતાના અફસરોને કહ્યું કે, 'આવા સંજોગોમાં કામ કરવું અશકય છે અને હું આ૦ હિં૦ ફો૦ ને વિખેરી નાખવાનો છું.'

શ્રી રાજબિહારી બોઝના ફરમાન મુજબ મોહનસીંઘની ધરપકડ કરીને તેમને લઈ જવામાં આવ્યા અને પછી મોહનસીંગની સૂચના પ્રમાણે આ૦ હિં૦ ફો૦ ને વિખેરી નાખવામાં આવી. એ વખતે કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી રાઘવન, શ્રી મેનન, સેનાપતિ મોહનસીંધ અને કર્નલ જિલાની હતા. શ્રી રાશબિહારી બોઝ એના પ્રમુખ હતા.

૧૯૪૨ના ડિસેંબરમાં હું આ૦ હિં૦ ફો૦ના વડા મથક બિદાદરીમાં હતો. ત્યાં હું તબીબીખાતું સંભાળતો હતો. શ્રી સુભાષચંદ્ર બોઝ