પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૨૬ ]

૧૯૪૩ની ૨જી જુલાઈએ સિંગાપુર આવ્યા ત્યારે હું એમને મળેલો. આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના વખતે હું ત્યાં હાજર હતો. હું પ્રધાનમંડળનો એક હતો. અને આ૦ હિં૦ ફો૦નું તબીબીખાતું મારા કબજામાં હતું.

દૂર પૂર્વની એશિયાઈ પરિષદમાં ૧૯૪૪ની ૧૭મી ફેબ્રુઆરીએ અંદામાન અને નીકોબાર ટાપુઓ કામચલાઉ સરકારને સોંપવામાં આવ્યા હતા. મને ત્યાં ગયા બે-ત્રણ અઠવાડિયા થયા બાદ પોર્ટ બ્લેરમાંના હિંદી સ્વાતંત્ર્ય સંઘના વડા મથકે એક વિધિ કરવામાં આવેલી અને એમાં અંદામાન અને નીકોબાર ટાપુઓ મને સત્તાવાર રીતે સોંપવામાં આવ્યા હતા. એ વિધિ વખતે ત્યાંનો કબજો સંભાળનાર જાપાનીસ 'રેર-એડમિરલ' અને ત્યાંના લશ્કરી કમાન્ડર હાજર હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે મને એ ટાપુઓનો ચીફ કમિશનર નીમ્યો હતો.

સિંગાપુર છોડતાં અગાઉ મને સૂચના આપવામાં આવેલી કે મારી સાથે મારે પાંચ માણસો લઈ જવા અને મેજર આ૯વી લે૦ સુભનસીંઘ, લે૦ મહમ્મદ ઇકબાલ અને શ્રી શ્રીનિવાસન નામના એક શીઘ્રલહિયા-ટાઈપિસ્ટને લઈને હું આંદામાન જવા ઊપડ્યો.

પોર્ટ બ્લેરમાંની વિધિ પછી ત્યાં ચાલી રહેલા નાગરિક-તંત્રનો કબજો મેં લીધો. મેજર આ૯વીને આંદામાનમાંનું કેળવણીખાતું લે૦ સુભનસીંઘને મહેસૂલી અને નાણાંકીય ખાતું, અને લે૦ ઈકબાલને પોલીસખાતું સોંપ્યાં.

૧૯૪૪ ના સપ્ટેંબરમાં હું સિંગાપુર પાછો ફર્યો ત્યાં સુધી એ ટાપુઓનો વહીવટ મેં કર્યો હતો, મારા વહીવટનો એક અહેવાલ ૧૯૪૪ના નવેંબરમાં મેં શ્રી સુભાષચંદ્ર બોઝ સમક્ષ રજૂ કર્યો હતો. નેતાજીની એવી ઇચ્છા હતી કે રંગુન જાતે જઇને એ અહેવાલ એમને આપવો અને પછી એમની સાથે ટોકીઓ જવું, જેથી કાંઇ