લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૭ ]


મુશ્કેલીઓ હોય તે એ હું જાપાનીસ વિદેશખાતાની કચેરીમાં રજૂ કરી શકું એ વખતે હું ઘણો બીમાર હતો અને પથારીવશ જ હતો તેથી હું જઈ શક્યો નહિ, અને શ્રી સુભાઝચંદ્ર બોઝ ટોકીઓથી સિંગાપુર પાછા ફર્યા ત્યારે મેં એમને મારો અહેવાલ આપ્યો.

એ પ્રસંગે પોતે રજૂ કરેલો અહેવાલ સાક્ષીએ અદાલતમાં રજૂ કર્યો.

“મારી ગેરહાજરી દરમિયાન કામચલાઉ ચીફ કમિશનર તરીકે મેજર આ૯વીની નિમણુંક કરવામાં આવી હતી. મારા વહીવટ દરમિયાન એ ટાપુએાનાં નવાં નામ શહીદ (આંદામાન ) ટાપુઓ અને સ્વરાજ (નીકોબાર ) ટાપુઓ પાડવામાં આવ્યાં હતાં.

આઝાદ હિંદની કામચલાઉ સરકારનો સ્વીકાર તમામ ધરી સત્તાઓએ – જર્મની, ઈટલી, જાપાન, કોશીઆ, મંચુરીઆ, ફિલિપાઇન્સ, નાનકીગ સરકાર, સિયામ અને બરમાએ કર્યો હતો.

આઝાદ હિંદ ફોજ એ સંપૂર્ણપણે સ્વયંસેવકોની બનેલી હતી. હું જાણું છું ત્યાં સુધી ભરતી કરવા માટે કોઇ બળજબરી વાપરવામાં આવી નહોતી. કામચલાઉ સરકારના એક સભ્ય તરીકે હું જાણું છું કે કામચલાઉ સરકારે બ્રિટન અને અમેરિકા સામે લડાઇ જાહેર કરી હતી. ૧૯૪૪ના ઑક્ટોબરથી હું સિંગાપુરમાંના મારા રહેઠાણે એક દરદી તરીકે રહેતો હતો.

નાગરિક પ્રજા માટે આ૦ હિં૦ ફો૦ બહુ મોટો આધાર સમાન હતી, જ્યારે હું રંગુનમાં શરણે થઈ ગયો ત્યારે પંદરેક દિવસ સુધી આ૦ હિં૦ ફો૦એ આખા રંગુન વિસ્તારનો કાબૂ સંભાળી લીધેલો અને નેતાજી જે સૂચનાઓ પાછળ મૂકતા ગયેલા તે મુજબ તેણે કાયદો અને વ્યવસ્થા જાળવ્યાં હતાં. જાપાનીઓના આક્રમણ વખતે લગભગ ૧૦,૦૦૦ હિંદીઓનાં ખૂન કરવામાં આવ્યાં હતાં. આવી આફત ફરી આવતી અટકાવવા માટે ચીન કે હિંદી, તમામ નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી આ૦ હિં૦ ફો૦ ઉપર નાખવામાં આવેલી.