પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૨૮ ]

...........મલાયા અને બરમામાંથી આ૦ હિં૦ ફો૦માં નાગરિકોની ભરતી થયેલી.'

ઊલટતપાસમાં:–

જ૦ - આંદામાન અને નીકોબાર ટાપુઓ કામચલાઉ સરકારને સોંપી દીધાનું નિવેદન ટોકીઓમાંથી થયેલા એક બ્રોડકાસ્ટને આધારે મેં કર્યું છે. બ્રોડકાસ્ટના ચોક્કસ શબ્દો મને યાદ નથી.

સ૦ - હું તમને કહું છું કે જાપાનીઓએ આંદામાન અને નીકોબાર ટાપુઓ કામચલાઉ સરકારને કદી સોંપ્યા જ નહોતા?

જ૦ – ન સોંપ્યા હોત તો હું ત્યાં ગયો જ ન હોત.

સ૦ - હું તમને કહું છું કે જાપાનીઓએ તો લડાઈ પૂરી થયા પછી એની સોંપણી કરવાનું માત્ર વચન જ આપ્યું હતું.

જ૦ - ના.

સ૦ - હું તમને કહું છું કે યુદ્ધકાળ દરમિયાન તો એ માત્ર એવાં જ ખાતાંની સોંપણી કરવા માગતા હતા કે જેનાથી એ ટાપુઓના સંરક્ષણ-કાર્યમાં નડતર ન થાય.

જ૦ - એ સાચું છે.

સ૦ – હું તમને કહું છું કે એકમાત્ર કેળવણી ખાતું જ તમને સોંપી દેવામાં આવ્યું હતું ને ?

જ૦ – એક માત્ર કેળવણી ખાતું જ મેં સંભાળી લીધું હતું.

સ૦– બીજા ખાતાં સંભાળી લેવાનો તમે ઈન્કાર કરેલો ?

જ૦ – જો પોલીસખાતું મારા હાથમાં ન સોંપાય તો બીજા ખાતાં સંભાળી લેવા હું તૈયાર નહોતો.

સ૦ – હકીકતમાં તો પોલીસખાતું સોંપવામાં આવ્યું નહોતું ને ?

જ૦ – એ મેળવવાના પ્રયત્નો હું કરી રહ્યો હતો.

સ૦ – હું તમને કહું છું કે હકીકતમાં તો પોલીસ ખાતાની સેાંપણી થઇ જ નહોતી ને?