પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૯ ]


જ૦ – હું ત્યાંથી રવાના થયો ત્યાં સુધી એની સોંપણી થઇ નહોતી.

સ૦ - હું તમને કહું છું કે બીજાં ખાતાંની સોંપણી પણ કરવામાં આવી નહોતી?

જ૦ - બીજાં ખાતાંનો કબજો સંભાળવાનો મેં ઈન્કાર કરેલો. એ બેમાં ઘણો તફાવત છે.

સ૦ – હમણાં જ ખબર પડશે કે એમાં શો તફાવત પડે છે. કેળવણી ખાતા અંગે પણ નિશાળે જવાની ઉંમરના તમામ બાળકોને નીપોંગો-શાળા નામે ઓળખાતી નિશાળમાં જ મોકલવાનો આગ્રહ જાપાનીએાએ રાખ્યો હતો.

જ૦ – મોટી ઉમ્મરના તમામ બાળકોને જાપાનીઓ પોતાની નીપોંગો-શાળામાં લઇ જતા હતા એ સાચું નથી. જાપાનીઓ એક નીપોંગો-શાળા ચલાવતા હતા અને એમાં થોડા વિદ્યાર્થીઓ હતા. અમારા કેળવણી ખાતા સાથે એમને કાંઇ સંબંધ નહોતો.

સ૦ – તમે આંદામાનમાં હતા તે દરમિયાન શ્રી સુભાષચંદ્ર બોઝને તમે માત્ર જાપાનીઓ દ્વારા જ સંદેશા મોકલી શકતા હતા.?

જ૦ – રાજ્યના વડાને હું માસિક અહેવાલ પેશ કરતો હતો.

સ૦ – કર્નલ લેાગનાથન, આ શું મારા સવાલનો જવાબ છે? હું એ ફરીવાર પૂછું?

જ૦ – મને તમારો સવાલ સમજાતો નથી.

તે પછી સરકારી વકીલે પોતાનો સવાલ ફરીવાર પૂછ્યો.

જ૦ – સંદેશાવ્યવહારનો બીજો કોઈ રસ્તો નહોતો તેથી મારે મારા અહેવાલો જાપાનીઓ મારફત મોકલવા પડતા હતા.

સ૦ - તમારા અહેવાલોને જાપાનીએ તપાસતા હતા ખરા ?

જ૦ – હું સીલબંધ અહેવાલો આપતો અને રાજ્યના વડાને એ મોકલી આપવાનું જાપાનીઓને કહેતો.