પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૩૧ ]


શ્રી સુભાષ બોઝે આપેલા કાગળ પ્રમાણે કરવાનો હતો, કારણ કે એ કાગળમાં મને વધુ વિશાળ સત્તાઓ આપવામાં આવેલી. એ કાગળ ઉપરાંત પણ, અાંદામાન જતાં પહેલાં મને શ્રી સુભાષચંદ્ર બોઝે મૌખિક સૂચનાઓ આપી હતી, એમાં એમણે એમ કહેલું કે સ્થાનિક મુશ્કેલીઓને ખ્યાલમાં રાખ્યા બાદ આખા ટાપુઓનો કબજો બને તેટલો વહેલો સંભાળી લેવો.

અાંદામાનના ચીફ કમિશ્નર તરીકે પોતે મોકલેલા માસિક અહેવાલોમાંથી અમુક સાક્ષીએ રજૂ કર્યા. એમાંના એકમાં કહેવાતા જાસૂસોની જાપાનીઓએ ધરપકડ કરીને એમની ઉપર ખટલો ચલાવ્યાનું અને એમાંના ઘણાને ઠાર માર્યાનું તેમજ ફાંસીએ ચડાવ્યાનું જણાવવામાં આવ્યું હતું. બીજા એક અહેવાલમાં અટકાયત દરમિયાન લાગુ પડેલી બીમારીને કારણે કેટલાકનાં મરણ થયાની વાત હતી. સાક્ષીએ કહ્યું કે એ વાકય દ્વારા પોતે એવો અર્થ પાઠવ્યો હતો કે પોલીસના કબજામાં એમની ઉપર થયેલા સિતમોને કારણે એ મરણ પામ્યા હતા. ત્રીજા એક અહેવાલમાં 'જાપાનીસ રસમો' નો ઉલ્લેખ હતો એની મારફત પોતે 'સિતમો' સમજાવવા માગતા હતા એમ સાક્ષીએ જણાવ્યું. સાક્ષીએ કહ્યું કે આ વાત એમણે ચોક્ખા શબ્દોમાં નહોતી લખી કારણ કે જાપાનીઓ એમના અહેવાલોની તપાસણી કરતા હતા અને રાજ્યના વડા ( સુભાષ બોઝ )ને પરિસ્થિતિની જાણ થાય એવી પોતાની ઇચ્છા હતી

જ૦– તમે ત્યાં હતા તે દરમિયાન જાપાનીઓએ જાસૂસીના કિસ્સાઓમાં ભયંકર સિતમ ગુજાર્યા હતા ?

જ૦- ના;

સ૦– તમને એની જાણ હતી પણ એનો કાંઈ ઈલાજ તમારાથી થઈ શકે તેમ નહોતો ?

જ૦– ના......એક પછી એક બધાં ખાતાંનો કબજો સંભાળી લેવાની શક્યતા વિશે વખતોવખત મારે જાપાનીસ નાગરિક વહીવટકર્તા સાથે ચર્ચાઓ થતી. એક પોલીસ ખાતા સિવાય બધાં જ ખાતાં સંભાળી લેવાનું મને કહેવામાં આવેલું. પણ મારી માગણી એવી