[ ૧૩૨]
હતી કે પોલીસખાતું ન મળે ત્યાં સુધી બીજા ખાતાં સંભાળવા હું તૈયાર નહોતો.
સ૦– એ ટાપુઓનો નાગરિક વહીવટ ત્યાંના નાગરિક વહીવટખાતાના વડા જોચીના હાથમાં હતો, અને તેનો લશ્કરી તથા નૌકાવહીવટ જાપાનીસ 'રેર–એડમિરલ'ના હાથમાં હતો તે પછી નિશાળો અને સ્વાવલંબનનો કાર્યક્રમ ચલાવવા સિવાય તમે ત્યાં બીજું શું કરતા હતા ?
જવાબમાં સાક્ષીએ કેળવણી અને સ્વવલંબનના કાર્યક્રમ નીચે થયેલા કાર્યની સમજણ આપી.
સ૦- એની એ વાત છ વાર કહેવાથી તમારા કામની અગત્ય કાંઈ વધતી નથી.
જ૦- એનો એ જ સવાલ તમે મને છ વાર પૂછ્યો છે... કેળવણી અને સ્વાવલંબનના કાર્યક્રમ ઉપરાંત જાસૂસી અંગે હું બને તેટલી વિગતો મેળવતો અને જાપાની સત્તાવાળાઓ મુખ્ય સમક્ષ એ અંગે મારું દૃષ્ટિબિંદુ રજૂ કરતો તેમજ નાગરિક બાબતોના ન્યાયાધીશ મહમ્મદ ઈકબાલ પાસેથી અહેવાલો મેળવતો.
૧૨ મી ડિસેંબર : બુધવાર
સ૦- અાંદામાન અને નીકોબાર ટાપુઓમાંથી કામચલાઉ
સરકાર પાછી ખેંચી લેવાની સલાહ તમે આપેલી ?
સ૦– મેં અદાલતને દસ વખત કહ્યું છે કે પોલીસખાતું મારા હાથ નીચે લેવા હું મથી રહ્યો હતો,
અદાલતના પ્રમુખ- બરાબર સાંભળો અને જવાબ આપો.
જ૦– ગઈ કોલે મેં કહેલું કે ઈકબાલ નાગરિક ખટલાઓ ચલાવતા હતા. એમાં નાણાંની ધીરધાર અંગેના, દેવા વિશેના, ગીરો મૂકવાના, અને મકાનો તથા કુટુંબો વિશેની તકરારો અંગેના ખટલા-