પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૩૩ ]


ઓનો સમાવેશ થતો...... શ્રી સુભાષચંદ્ર બોઝ તરફથી મને એક તાર મળ્યો એટલે આંદામાનના મારા વસવાટ દરમિયાન થયેલી પ્રગતિનો અહેવાલ જાતે આપવા હું અાંદામાનથી રવાના થયો. મારી ગેરહાજરી દરમિયાન આલ્વી આંદામાનના કામચલાઉ કમિશનર નિમાયેલા.

સ૦– સિંગાપુર પહોંચ્યા પછી, અાંદામાન અને નીકોબાર ટાપુઓમાંથી સરકાર પાછી ખેંચી લેવાની માગણી કરતો એક તાર તમે સુભાષચંદ્ર બોઝને કરેલો ?

જ૦– મેં પોતે સુભાષ બોઝને એવો તાર મોકલ્યો નહોતો.

પોર્ટ બ્લેરમાં પોતે કરેલા કાર્યનો જે અહેવાલ સાક્ષીએ સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝને પેશ કર્યો હતો તે એમને અદાલતમાં દેખાડવામાં આવ્યો. એમાં એક સ્થળે કહેવાયું હતું કે, 'પ્રજાની યાતનાઓ ઓછી કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ તેથી એમને આપણામાં વિશ્વાસ નથી રહ્યો. પ્રજાને એમ લાગે છે કે કામચલાઉ સરકાર પાછી ખેંચી લેવાથી એમની હાલત સુધરશે.' સાક્ષીએ જણાવ્યું કે એ ટાપુ ઉપરના પોતાના અનુભવને પરિણામે પોતે એ અભિપ્રાય ઉપર આવ્યા હતા.

સ૦- કામચલાઉ સરકારને અાંદામાન-નિકોબારમાંથી પાછી ખેંચી લેવી જોઈએ એવો અભિપ્રાય તમે કદી ધરાવતા નહોતા એમ તમે કહો છો ?

જ૦- વાત એમ છે કે પોલીસખાતું આખું મારા હાથ નીચે લેવા માટે હું મથી રહ્યા હતો. એ ખાતું સોંપી દેવા જો સત્તાવાળાઓ તૈયાર ન હોય તો પછી કામચલાઉ સરકાર પાછી ખેંચી લેવાનો સવાલ વિચારવો જ પડે તેમ હતું... ...

૧૯૪૨ના સપ્ટેંબરમાં હું આ૦ હિં૦ ફો૦માં જોડાયો. આ૦ હિં૦ ફો૦ની રચનામાં મેં કોઈ ખાસ ભાગ લીધો નહોતો. ૧૯૪૨ માં કૅ૦ મોહનસીંધની ધરપકડ કરાઈ હતી. એમની ધરપકડ પછી એક- બે કલાકે, બિદાદરીમાંની એક સભામાં રાશબિહારી બોઝનો એક સંદેશો વાંચી સંભળાવવામાં આવેલો. મોહનસીંઘની ધરપકડની એમાં જાહેરાત હતી. મોહનસીંઘની ધરપકડ પછી એક વહીવટી સમિતિ