લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૩૪ ]

સ્થપાયેલી. હું એમાં હતો. સમિતિનું કામ છાવણીમાં વ્યવસ્થા અને શિસ્ત જાળવવાનું, બધાં શસ્ત્રો તેમજ દારૂગોળો ભેગાં કરીને તેને સલામત સ્થળે મૂકી દેવાનું, છાવણીમાંના સૈનિકોની ખેારાકીનું ધ્યાન રાખવાનું અને ત્યાં હોય તે સિપાહીઓનો વહીવટ ચલાવવાનું હતું.

સ૦– મોહનસીંઘની ધરપકડ પછી અને આ૦ હિં૦ ફો૦ ને વિખેરી નાખવામાં આવી તે પછી આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓને ફરી પાછા યુદ્ધકેદીએા બનાવવામા આવેલા ?

જ૦– સિપાહીઓની એવી માગણી હતી કે એમને પાછા યુદ્ધકેદીએાને દરજજે મૂકવામાં આવે પણ એમને યુદ્ધકેદીઓ તરીકે લેવાની જાપાનીઓએ ના પાડી કારણ કે આ૦ હિં૦ ફો૦માં જોડાવા માટે એ બધાને સ્વતંત્ર હિંદીઓ બનાવવામાં આવેલા, અને હવે એ યુદ્ધકેદીઓ તરીકેના પોતાના દરજજા પર પાછા ફરી શકે નહિ...... જાપાનીઓએ મોહનસિંઘને કેદમાં રાખ્યા કે નહિ તે તથા મોહનસીંઘની ધરપકડ પછી એ કેટલા વખત સુધી સિંગાપુરમાં હતા તે હું જાણતો નથી... ...

સ૦- આઝાદ હિંદ ફોજમાં ભરતી કરવા માટેના રસ્તાઓમાં લાંચરૂશવતનો સમાવેશ થતો હતો ?

જ૦- મને એની જાણ નથી.

સ૦– તોફાની માણસોને અટકાયત-છાવણીમાં લઈ જવાતા ?

જ૦– મને એની જાણ નથી.

'શ૦– માર મારવો, માણસોને ગટરની અંદર ઉતારવા અને માને નહિ ત્યાં સુધી ત્યાં ઊભા રાખવા, અને બીજા સિતમો જેવી ખાસ તરકીબો અજમાવવામાં આવતી હતી ?

જ૦– મને એની જાણ નથી......ભયંકર જુલમનો એક કિસ્સો મારા જાણવામાં આવેલો. ઘૂંટણમાંના જખમમાં સડો થવાથી એક માણસ મરણ પામલો. ઇસ્પિતાલમાંથી મને એવો અહેવાલ મળેલો.