પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૩૫ ]


મેં આ કિસ્સામાં તપાસ કરવા બાબત લખાણ કરેલું એનો કાંઈ જવાબ મળ્યો નહોતો. એની તપાસ માટે એક ખાસ કેાર્ટ બેસાડ્યાનું મે સાંભળેલું. માર ખાવાને પરિણામે સખત જખમો પામેલા દરદીઓને ઇસ્પિતાલમાં દાખલ કરાતા હોવાની મને જાણ નથી. મારી જાણમાં તો આ એક જ કિસ્સો આવેલો અને એને વિશે મેં પગલાં લીધેલાં. મારું કામ તો ઇસ્પિતાલની દેખરેખ રાખવાનું હતું. સરકારની સ્થાપના થઈ ત્યારથી તે અાંદામાન જવા રવાના થયો ત્યાં સુધી હું તબીબી ખાતાનો વડો હતો.

સ૦– કામચલાઉ સરકારની કામગરી શી હતી ?

જ૦– આ સવાલ અચોક્કસ છે.

ભુલાભાઈ : હું વાંધો ઉઠાવું છું, એ તો હિંદી સરકાર શું કરે છે ? એના જેવો સવાલ છે.

અદાલતના પ્રમુખ : તમે જેમાં હાજર હતા એવી પ્રધાન મંડળેાની બેઠકમાં કયા વિષયોની ચર્ચા થતી ?

જ૦– જુદી જુદી વિગતોની ચર્ચા થતી, જેવી કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતો, કૂચ-ગીતો, લડાઇની જાહેરાત, આ૦ હિં૦ ફો૦માં વાપરવાની ભાષા, હિંદી સ્વાતંત્ર્ય સંઘની શાખાઓ અને તેમનાં કાર્યોને લગતી જુદી જુદી વિગતો, ફોજમાં કરવાનો વધારો અને ભરતી-કાર્ય તાલીમ અને એવા બીજા વિષયો. એ વિષયો એક બીજા સાથે સંકળાયેલા હતા.………….

૧૯૪૫ ૨૪મી એપ્રિલથી પખવાડિયાએક સુધી આખા રંગુન શહેરમાં અમે ચોકીપહેરો ભરેલો. સુભાષચંદ્ર બોઝ ૨૪મી એપ્રિલે રંગુનથી જતા રહ્યા તે અગાઉ હું એમને મળેલો. શ્રી બોઝની વિદાય પછી બરમા વિભાગના જી૦ ઓ. સી. તરીકે કામ કરવા માટે મારી નિમણુંક કરવામાં આવેલી જાપાનીસ પેઢીઓએ ૨૧ મી એપ્રિલે અને જાપાનીસ સરકારે ૨૩મી એપ્રિલે રંગુન ખાલી