પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૪૦ ]

સરકારની સ્થાપના થયા પછી અંગ્રેજો સામે લડવા માટે હું મારી મેળે ભરતી થઈ ગયેા હતો.

સ૦- ૧૯૪૨ની ૧૦ મી ફેબ્રુઆરીએ તમે સાઈગોનથી રેડીઓદ્વારા હિંદી લશ્કરને ઉદ્દેશીને બોલ્યા હતા ?

જ૦- હિંદી લશ્કરને ઉદ્દેશીને હું રેડીઓ પરથી બોલ્યો નહોતો. મને કેદ પકડ્યા પછી જાપાનીઓએ મારી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે મેં રેડીઓ પરથી જાહેર કરેલું. આ મેં મારી પોતાની જ ઇચ્છાથી કર્યું હતું, કારણ કે જાપાનીઓએ મને કહેલું કે એમણે મારી સાથે કેવો વર્તાવ રાખ્યો છે એ જો મારે બ્રોડકાસ્ટ કરવું હોય તો કરી શકું છું.

સ૦- એ બ્રોડકાસ્ટ કોના લાભ માટે હતો ?

જ૦ – અંગ્રેજો જેમને જંગલેામાં છોડીને જતા રહ્યા હતા એવા ઘણા હિંદી સૈનિકોના લાભ માટે એ હતો, કે જેથી એ ભેગા થઇને સાઈગોનમાં એકબીજાને મળી શકે. હિંદી સિપાહીઓને સામે પક્ષે ભળી જવાનું મેં રેડીઓ ઉપરથી કહ્યું નહોતું......૧૯૪૨ના માર્ચમાં હું પહેલવહેલો કે૦ મોહનસીંઘને સિંગાપુરમાં મળેલો અને એમની પડખેના એક બંગલામાં ચાર-પાંચ દિવસ સુધી રહેલો. ઈપોહમાં હું કેદ પકડાયો પછી જાપાનીએાએ મને પ્રથમ કુલાલાંપુર અને પછી સાઈગોન મોકલેલો. ત્યાં મને શું કામ લઈ જવાયો તેની મને ખબર નથી. મને તો એટલું જ કહેવામાં આવ્યું હતું કે મારે જવાનું છે.

સ૦- હું તમને કહું છું કે તમે એમને માટે ચોક્કસ કાર્ય કરવા જવા તૈયાર છો કે નહિ એ જાપાનીઓએ તમને પૂછેલું ?

જ૦– મને તો ફક્ત જવાનો હુકમ કરવામાં આવેલો...... સાઈગોનમાં મને કર્નલ સાઈટો પાસે લઈ ગયા. ત્યાં કર્નલ સાઈટોએ મને જાપાનીઓની યુદ્ધનેમોની વાત કરી.