'બધા આરોપીઓ હિંદી લશ્કરી અફસરો છે અને તેથી હિંદી લશ્કરી કાનૂનને તેએા આધીન છે.
કૅપ્ટન શાહનવાઝખાનનો જન્મ રાવલપીંડીમાં ૧૯૧૪ની ૨૪મી જાન્યુઆરીએ થયો હતો. દેહરાદૂનની હિંદી લશ્કરી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યા પછી ૧૯૩૭ના ફેબુઆરીમાં એમને ૧૪મી પંજાબ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા.
કૅપ્ટન પ્રેમકુમાર સેહગલનો જન્મ ૧૯૧૭ની ૨૫ મી જાન્યુઆરીએ હોશિયારપુરમાં થયો હતો. એમણે પણ દહેરાદૂનની લશ્કરી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો અને પછી ૧૯૪૦ના ફેબ્રુઆરીમાં એમને ૧૦મી બલુચ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા.
લેફ્ટનન્ટ ગુરૂબક્ષસીંઘ ધિલન લાહોર જિલ્લાના આલ્ગુ ગામે ૧૯૧૫ની ૪થી એપ્રિલે જન્મયા હતા. દહેરાદૂનમાં અભ્યાસ કર્યા પછી એમને પણ ૧૯૪૦મા ૧૪મી પંજાબ રેજિમેન્ટમાં મૂકવામાં આાવ્યા હતા.
શહેનશાહ સામે યુદ્ધ ચલાવવાના આરોપને હું પહેલાં લઈશ.
હિંદી લશ્કરી કાનૂનની ૪૧મી કલમ પ્રમાણે આ કાનૂન જેને લાગુ પડતો હોય તેવો કોઈ પણ માણસ બ્રિટિશ હિંદની અંદર કે બહાર કોઈપણ નાગરિક ગુનો કરે તો તેને માટે લશ્કરી અદાલતમાં તેની ઉપર કામ ચલાવી શકાય. નાગરિક ગુનો એટલે એવો ગુનો કે જે બ્રિટિશ હિંદમાં થયો હોય, તો ફોજદારી કાયદા પ્રમાણે તેનો ખટલો થઈ શકે.
કયા ઉદ્દેશથી યુદ્ધ ચલાવાયું હતું તે મુદ્દો અપ્રસ્તુત છે. આરોપીએાએ આ કામ તેમના મત પ્રમાણે દેશપ્રેમી ઈરાદાથી કર્યું હોય