[ ૧૪૨ ]
સ૦- તમને વખતોવખત જુદા જુદા સ્થળેાએ શા માટે લઈ
જવામાં આવતા હતા એ તે તમે કદી પૂછ્યું જ નહિ હોય ?
જ૦– એ જ રીતે બીજા ઘણા માણસો એક સ્થળેથી બીજે સ્થળે જતા હતા. આ બધી હિલચાલ માટેનાં કારણો મને કહેવામાં આવ્યાં નહોતાં.
સ૦– બિદાદરીમાં હતા ત્યારે તમે આઝાદ હિંદ ફોજ વિશે કાંઈ સાંભળેલું ?
જ૦– હા, બિદાદરીમાં મેં આ૦ હિં૦ ફો૦ વિશે સાંભળેલું.
સ૦– અને આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું તમે બીજાને સમજાવતા હતા ?
જ૦ - ના.
સ૦– આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું તમને કોઈએ સમજાવેલું?
જ૦-ના... ... ...એ છાવણીમાં હું લગભગ બે મહિના સુધી રહ્યો પણ એટલા વખત દરમિયાન એક પણ ભાષણ મેં સાંભળ્યું નહોતું. આગળ જતાં, આ૦ હિં૦ ફો૦ ના વડા મથકના કહેવાથી હું બેંગકોક પરિષદમાં હાજર રહેવા બેંગકોક ગયેલો. એ વખતે હું આ૦ હિં૦ ફો૦માં હતો.
સ૦- બેંગકોક પરિષદ ૧૯૪૨ના જૂનમાં ભરાયેલી ?
જ૦ - હા.
સ૦– એ વખતે આઝાદ હિંદ ફોજની સ્થાપના થઈ ગઈ હતી ?
જ૦– હા, એની સ્થાપના થઈ ગઈ હતી.
સ૦– આ૦ હિં૦ ફો૦માં જોડાવાની તમારી ઇચ્છા તમે દર્શાવેલી ?
જ૦- હા, જો મને દરેક વાતનો સંતોષ થાય તો આ૦ હિં૦ ફો૦ માં જોડાવા તૈયાર હતો.
સૂ૦– તમને બૅંગકોક જવાનું કઈ વ્યક્તિએ કહેલું ?
જ૦– કે૦ અમરસીંઘે મને બૅંગકોક જવાનું કહેલું.