પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૪૫ ]



જ૦– એ એક હિંદીની માલિકીની હતી. એનું નામ હું નથી જાણતો. અમારી સરકારે એ જાગીરનો કબજો લીધો કારણ કે એ હિંદી ત્યાં હાજર નહોતો.

સ ૦- એ માત્ર જમીન હતી કે જાગીર ?

જ૦- તમને ઠીક પડે એ તમે એને કહી શકો છો.

સ૦– એ જમીનનો કબજો તમારી સરકારે ક્યારે લીધો એ તમે અદાલતને જણાવો એમ હું ઇચ્છું છું.

જ૦– ૧૯૪૪ના જૂનના આશરામાં અમે એ જાગીરનો કબજો ત્યાં કામ કરતા વ્યવસ્થાપક પાસેથી લીધો હતો અને તે પછી પણ એમણે કામ કરવું ચાલુ રાખેલું. સરકારે એમને અમુક સત્તાઓ આપેલી. પરમાણંદ નામના એક ભાઈ એ વખતે વ્યવસ્થાપક હતા. આગળ જતાં એ સરકારના પૂરવઠા-ખાતાના પ્રધાન બન્યા અને ગંગાપ્રસાદ નામના બીજા એક ભાઈને એ જાગીરના અને ખાંડનાં કારખાનાંના વ્યવસ્થાપક નીમવામાં આવ્યા હતા.

સ૦- આપણે ચોખવટ કરી લઈએ. સરકારે એનો કબજો લીધે તે પહેલાં એ જાગીર નહોતી પણ જમીન હતી.

જ૦– હું ત્યાં ગયા ત્યારથી એ જાગીર કહેવાતી. અગાઉ એ જાગીર કહેવાતી કે જમીન તે હું જાણતો નથી.

૧૯૪૩ના ઓગસ્ટમાં હું ત્યાં ગયો ત્યારે એ ઝિયાવાડી જાગીર હતી. એનો રાજા એક રાયબહાદુર હતો. એ હિંદુસ્તાન ભાગી ગયેલો એ જાગીરનો સરકારે કબજે લીધો તે પછીની વ્યવસ્થા વિષે હું જાણું છું. તે પહેલાનું હું કાંઈ જાણતો નથી.

સ૦- એ એક જાગીર હતી, એના એક રાજા હતા અને એ હિંદુસ્તાન નાસી ગયેલા એ તમે ક્યાંથી જાણ્યું ?

જ૦ – ત્યાં એક રાજ મહેલ હતો અને મેં રાજ મહેલ જોયો હતો. એ રાજા હજી હિંદમાં જીવતા છે.