પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૪૯ ]


અમે તમને યુદ્ધકેદીઓ ગણતા નથી. અમને લાગેવળગે છે ત્યાંસુધી તમે સ્વતંત્ર છો અને એ રીતે હું તમને કૅ૦ મેાહનસીંધના હાથમાં સેાંપી દઉં છું. તમે અમારા તાબામાં હતા અને અમારા હુકમનું જે રીતે પાલન કરતા તે રીતે એમના હુકમનું પણ પાલન કરજો.

તે પછી કૅ૦ મોહનસીંઘે ભાષણ કર્યું કે: “મલાયાની લડાઈમાં હિંદી લશકરને લડવાની તક મળી નથી કારણ કે એ લડાઈ સાવ ટૂંકી હતી. ઉપરાંત પાયદળને મદદ કરનારાં બીજા શસ્ત્રો કે વિમાનો પણ એની પાસે હતાં નહિ, હિંદી લશ્કરની આબરૂ આ રીતે એાછી થઈ છે. પોતાની સ્વતંત્રતા માટે લડવાનો સમય હિંદીઓ માટે આજે જ આવી પહોંચ્યો છે. અત્યાર સુધી હિંદુસ્તાન પાસે પોતાનું સશસ્ત્ર દળ નહોતું, પણ હિંદની મુક્તિ માટે લડનારું એક સશસ્ત્ર દળ ઊભું કરવાની તક આજે આપણી સામે જ પડી છે.” એ સભામાં હિંદી લશ્કરની ઘણી ટુકડીઓ સહિત ૪૦ થી ૫૦ હજારની હાજરી હતી.

કૅ૦ સેહગલ કે જેમને હું છેલ્લા ૧૨-૧૩ વર્ષથી એાળખતો હતો અને બીજા ઉપરી અફસરો સાથે ચર્ચા કર્યા બાદ મેં ૧૯૪૨ના જુલાઈમાં આ૦ હિં૦ ફો૦માં જોડવાનો મહત્વનો નિર્ણય કર્યો. ત્યાં સુધી રાજકારણમાં કે હિંદની રાજકીય આબાદીમાં મને ઝાઝો રસ નહોતો કારણ કે મને એ જાતનું જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. વળી, ૧૯૩૬માં હું હિંદી લશ્કરમાં જોડાયો ત્યારે મને લાગ્યું કે હિંદી લશ્કરમાં રાજકારણને પ્રોત્સાહન અપાતું નથી અને તેથી હું એનાથી દૂર રહેલો.

આ એક એવો મોટો સવાલ હતો કે હું એનો નિર્ણય એકલે હાથે ન કરી શક્યો. મારા મિત્રો સાથેની ચર્ચા પછી અમે એકમતે ઠરાવ્યું કે એ સંજોગોમાં અમારા બધાની વફાદારી અમારા દેશ