પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૫૦ ]


પ્રત્યેની હતી. મને અને મારી સાથે ચર્ચા કરનારા અફસરોને લાગ્યું કે જો સિંગાપુર અને મલાયામાંના ઉચ્ચ અફસરો આ૦ હિં૦ ફો૦માં નહિ જોડાય તો કદાચ જાપાનીઓ હિંદી યુદ્ધકેદીઓનો ગેરલાભ ઉઠાવશે. અમને એમ પણ થયું કે જો અમે અમારી પોતાની જ એક ફોજ ઊભી કરી હોય તો જાપાનીઓ ઉપર પણ અમારું કાંઈક વજન પડે અને એ રીતે મલાયામાંના હિંદીઓ ઉપર કોઈ પણ જાતના જુલમ ગુજારતાં જાપાનીઓને અમે અટકાવી શકીએ. ચીનાઓ એંગ્લો-ઇંડિયનો, અને મલાયાવાસીઓ ઉપર જાપાનીઓ શું વિતાવતા હતા તે અમે જોયું હતું. આ૦ હિં૦ ફો૦માં જોડાવાની જો હિંદીઓ ના પાડે તો સિંગાપુર અને મલાયામાંની આખી હિંદી વસતીને કદાચ સહન કરવું પડે એમ હતું.

પણ પછી એ સવાલ ઊભો થયો કે અમે આ૦ હિં૦ ફો૦માં જોડાઈએ તો હિંદુસ્તાનમાંના અમારા દેશભાઈઓ ઉપર એની કેવી અસર થશે ? હિંદુસ્તાનમાં કોંગ્રેસે પોતાની જાતને જાપાનીઓની દુશ્મન જાહેર કરી હતી એ અમે જાણતા હતા. તેથી અમને થયું કે જાપાનીઓને મદદ કરવા બદલ અમને દેશદ્રોહીઓ તો નહિ ગણવામાં આવે ને ? અમારી દલીલો કાંગ્રેસ સ્વીકારશે કે નહિ એ વિશે અમારા દિલમાં શંકાઓ પેસવા માંડી. પણ પછી અમને લાગ્યું કે કોંગ્રેસને જો એ વખતનાં સંજોગો સમજાવાય, અને જો હિંદના લોકોને અમે એવી ખાતરી આપીએ કે આ૦ હિં૦ ફો૦ એ તો હિંદી અફસરોના ફરમાન ઉઠાવતી એક ફેાજ છે. અને એ કાંઈ જાપાનીઓનું રમકડું નથી, અને એ ફોજ એક માત્ર હિંદની મુક્તિ મેળવવાના કારણસર જ ભરતી કરવામાં આવી છે, તો કોંગ્રેસ અને હિંદના લેાકો અમારાં કાર્યો સમજી શકે એવી શકયતા હતી...

૧૯૪૨ના ડિસેંબરમાં, હિંદી સ્વાતંત્ર્ય સંધની કાર્યવાહક સમિતિના પ્રમુખ રાશબિહારી બોઝની હાજરીમાં જ પહેલી આ૦હિં૦