ફો૦ના વડા સેનાપતિ મોહનસીંગની ધરપકડ કરવામાં આવેલી, તે પછી
પહેલી આ૦ હિં૦ ફો૦ વિખેરી નાખવામાં આવેલી. અને તે પછીનાં
બે-ત્રણ અઠવાડિયાં સુધી આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓ પોતાની જાતને
યુદ્ધકેદીઓ માનતા હતા. પણ જાપાનીઓએ એમને યુદ્ધકેદીઓ તરીકે
પાછા સંભાળવાની ના પાડી અને કહ્યું કે, અમે તમને સ્વતંત્રતા
આપી હતી અને તમે રાજ્યની સામે કાંઈ ગુનો નથી કર્યો તેથી અમે
તમને યુદ્ધકેદીઓ ગણી શકીએ નહિ.
રાશબિહારી બોઝ અને કર્નલ ઇવાકુરુ નામના એક જાપાનીસ અફસર સાથે લાંબી ચર્ચાઓ કર્યા બાદ પહેલી આ૦ હિં૦ ફો૦ના ઉચ્ચ અફસરોએ બીજી આ૦ હિં૦ ફો૦માં ચાલુ રહેવાનું નક્કી કર્યું. એમ નિર્ણય થયો કે બીજી આ૦ હિં૦ ફો૦માં સંપૂર્ણપણે સ્વેચ્છાપૂર્વકની ભરતી કરવી અને પોતાની ઇચ્છા બીજી આ૦ હિં૦ ફો૦માં રહેવાની છે કે નહિ તે પહેલી આ૦ હિં૦ ફો૦ના દરેક સભ્યને પૂછવું.......હિંદી લશ્કરની જુદી જુદી શાખાઓ જે કાર્ય કરે છે તે આ૦ હિં૦ ફો૦માંની એના જેવી શાખાઓ પણ બજાવતી.”
સ૦ - ફરિયાદપક્ષ તરફથી એવો આરોપ કરવામાં આવ્યો છે કે પહેલી કે બીજી આ૦ હિં૦ ફો૦માં ભરતી કરાવવા માટે બળજબરીના રસ્તાઓ અજમાવવામાં આવતા હતા. એ સાચું છે?
જ૦ - પહેલી કે બીજી આ૦ હિં૦ ફો૦માં ભરતી કરવા માટે કેાઇ બળજબરી વાપરવામા આવ્યાનું મારી જાણમાં નથી.
તે પછી શ્રી ભુલાભાઈએ જાહેર કર્યું કે બચાવપક્ષની જુબાની પૂરી થઇ છે. ડૉ. લક્ષ્મી, ટોકીઓથી બેાલાવાયેલા બીજા બે જાપાનીસ અફસરો અને બીજા કેટલાક સાક્ષીઓની જુબાનીઓ રજૂ કરવાનું બચાવપક્ષે માંડી વાળ્યું.