પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૮ ]

કે પગારદારી ઈરાદાથી, કાયદા મુજબ ગુનો તો કરવામાં આવ્યો છે જ. વફાદારીની ફરજ સામે આ ગુનો કરવામાં આવ્યો છે. આ વફાદારી તાજને દર્શાવવા આરોપીઓ સદાકાળને માટે અને ગમે તે સંજોગોની અંદર બંધાયેલા છે. તેઓ ચાહે ત્યાં હોય આ વફાદારી એમને માથે હતી જ; અને તેઓ યુદ્ધકેદી બન્યા ત્યારે પણ આ વફાદારીથી બંધાયેલા હતા.

જેને આઝાદ હિંદ ફોજ કહેવામાં આવતી હતી તેના અફસરો તરીકે લડીને આરોપીઓએ શહેનશાહ સામે યુદ્ધ ચલાવ્યું હતું. આઝાદ હિંદ ફોજ મુખ્યત્વે હિંદી લશ્કરના અફસરો અને સૈનિકોની બનેલી હતી. તેમાં નીચેનાનો સમાવેશ થતો હતો:

(क) વડું મથક (હેડ ક્વાર્ટર્સ)
(ख) હિંદુસ્તાની મેદાન દળ (હિંદુસ્તાની ફીલ્ડ ગ્રૂપ)
(ग) શેરદિલ ગેરીલા દળ (શેરદિલ ગેરીલા ગ્રૂપ)
(घ) ખાસ કામગરી દળ (સ્પેશિય સર્વિસ ગ્રૂપ)
(च) જાસૂસ દળ (ઈન્ટેલિજન્સ ગ્રૂપ)
(छ) પુનઃભરતી દળ (રી-ઈન્ફોર્સમેન્ટ ગ્રુપ)

શેરદિલ ગેરીલા દળમાં ગાંધી ગેરીલા રેજિમેન્ટ, આઝાદ ગેરીલા રેજીમેન્ટ અને નહેરુ ગેરીલા રેજિમેન્ટનો સમાવેશ થતો હતો.

૧૯૪૩ના નવેંબરની આસપાસ, એટલે કે સુભાષચંદ્ર બોઝ સિંગાપુર આવ્યા તે પછી બે-ત્રણ મહિને નં. ૧ ગેરીલા રેજિમેન્ટને નામે ઓળખાતી વધુ એક ગેરીલા રેજિમેન્ટ ઊભી કરવામાં આવી હતી. એ સુભાષ રેજિમેન્ટને નામે પણ ઓળખાતી હતી.

શાહનવાઝખાનને એના કમાન્ડર નિમવામાં આવ્યા હતા. આ ચારેય રેજિમેન્ટનો સમાવેશ ડિવિઝન નં. ૧ માં કરાયો હતો. આગળ ઉપર બીજું અને ત્રીજું ડિવિઝન ઊભું કરવામાં આવ્યું હતું. ડિવિઝન નં. ર માં અમુક હિંદી લશ્કરી યુદ્ધકેદીઓ હતા અને અમુક નાગરિકો