પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫૫ ]


યુદ્ધ–ગુનાઓને નામે ઓળખાતા અને સુધરેલા કાયદાને વટાવી ગયેલા અપરાધોના ગુનેગાર કોઈ માણસોનો આ કિસ્સો નથી.

એ સરકારનું પોતાનું એક લશ્કર હતું કે જે આ૦ હિં૦ ફો૦ કાનૂન પ્રમાણે ચાલતું હતું. ફટકાની સજા જેટલી આ૦ હિં૦ ફો૦ કાનૂનમાં છે તેટલી જ હિંદી કાયદામાં પણ છે. આ૦ હિં૦ ફો૦નો કાનૂન હિંદી લશ્કરી કાનૂનને લગભગ મળતો આવે છે તેથી એ કાનૂનની કોઈપણ ટીકા ખુદ હિંદી લશ્કરી કાનૂનની ટીકા બરાબર છે.

જાપાનીસ સરકારે આંદામાન અને નીકોબાર ટાપુઓ કામચલાઉ સરકારને સોંપી દીધા તેની રીતસરની વિધિ પોર્ટ બ્લેરમાં થઇ હતી. જે મુદ્દા વિશે મતભેદ છે તે એના વહીવટની મર્યાદા અને એના પ્રકાર અંગેનો છે. . . . . પણ એ હકીકત સાબિત થઇ ચૂકી છે કે એ ટાપુઓ આઝાદ હિંદ સરકારને સોંપી દેવામાં આવ્યા હતા, અને એમનાં નામ શહીદ ટાપુઓ અને સ્વરાજ ટાપુઓ પડાયાં હતાં, તે વખતની પરિસ્થિતિની જરૂરિયાત એવી હતી કે એમનો પૂરેપૂરો વહીવટ સંભાળી લેવાનું શક્ય નહોતું.

એ જ રીતે નીપોન સરકાર અને આઝાદ હિંદ સરકાર વચ્ચે થયેલા કરાર પ્રમાણે ૫૦ ચોરસ માઇલના વિસ્તારવાળું અને ૧૫,૦૦૦ હિંદીઓની વસતીવાળું ઝિયાવાડી મુક્ત કરાયેલા પ્રદેશમાંના એક તરીકે આ૦ હિં૦ ફો૦નો સંપૂર્ણ વહીવટ ચાલતો હતો એ હકીકતનો તો ફરિયાદપક્ષ પડકાર પણ નથી કરી શક્યો.

વળી, આ૦ હિં૦ ફો૦ સરહદ ઓળગીને હિંદમાં દાખલ થઇ કે તરત જ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું. એમાં આઝાદ હિંદ સરકારના વડાની અને જાપાનીસ કમાન્ડરની સહીઓ હતી. એમાં એમ કહ્યું હતું કે લડાઇ દરમિયાન હિંદની ધરતીનો કોઇપણ ભાગ જાપાનીસ સૈન્યના કબજામાં આવશે તો એ મુક્ત બનેલા