પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૫૬ ]

પ્રદેશોના એક ભાગ તરીકે આ૦ હિં૦ ફો૦ને સોંપી દેવામાં આવશે અને એની ઉપર આ૦ હિં૦ ફો૦ નો વહીવટ ચાલશે. આ રીતે ૧૫૦૦ ચોરસ માઈલ જેટલો મણિપુર અને વિષ્ણુપુરનો વિસ્તાર આ૦ હિં૦ ફો૦એ પોતાનાં અંકુશ હેઠળ લીધેલો હતો. એમનો વહીવટ ત્યાં કેટલા સમય સુધી ચાલ્યો એ બીના મહત્વહીન છે કારણ કે લડાઈ દરમિયાન કેટલાય પ્રદેશોની માલિકી ઝડપથી બદલાતી હોય છે.

એ એક અજાયબીભરી બીના છે કે બરમા અને મલાયા ઉપર (અંગ્રેજોનો) ફરીવાર કબજો સ્થપાયો ત્યારે આઝાદ સરકારના કબજામાંના તમામ દસ્તાવેજી કાગળીઆાં સહીસલામત હાલતમાં હાથ લાગ્યાં હતાં, એ બતાવે છે કે આઝાદ હિંદ સરકારની અને તેની ફોજની વ્યવસ્થા હોવી જોઈએ તેટલી સુંદર હતી.

બીજો એક અગત્યનો મુદ્દો તે એ હકૂમતના નાણાં મેળવવાના માર્ગોનો છે એમ સાબિત કરાયું છે કે હિંદીઓએ સરકારને વીસેક કરોડ રૂપિયા ભેટ આપ્યા હતા, અને એ રકમમાંથી નાગરિક સરકાર અને ફોજનું સંચાલન થતું હતું. અને વિજેતાઓએ જ્યારે આઝાદ હિંદ બેન્કનો કબજો લીધો ત્યારે એમાં ૩૫ લાખ રૂપિયા હતા. 'સ્ટેમ્પ કલેકિટગ' નામના એક સામયિકમાં આઝાદ હિંદ સરકારે કાઢેલી ટિકિટો છપાઈ છે એ વાતની નોંધ લેવાની વિનંતિ હું અદાલતને કરું છું…………….

હિંદી ફોઝદારી કાયદાની ૭૯મી કલમ કહે છે કે, “કાયદા પ્રમાણે કોઈપણ માણસને જે કરવાની છૂટ હોય તે ગુને નથી ગણાતો.” આ રીતે, આંતરરાષ્ટ્રીય કાયદામાં જેની છૂટ અપાઈ હોય તેવી કેાઈ પણ ક્રિયાને નાગરિક ગુનો કહી શકાય નહિ. ખાસ કરીને આ અદાલતના સભ્યોને તો એ વાતનો બરાબર ખ્યાલ હશે કારણ કે એક સુવ્યવસ્થિત લશ્કરના ભાગ તરીકે એમણે આ લડાઈ દરમિયાન ઘણા માણસોને મારી નાખ્યા હશે.