પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૫૮ ]


બળવાખોરોને પણ આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ માન્ય રાખવામાં આવે છે . . . . .

લડાઇમાં માણસો મારવા માટે જો તમારી ઉપર ખટલો થાય અને જેમ ચૂકાદો તમારી તરફેણમાં હોય તે જ પ્રમાણે તમારો ચુકાદો આ માણસોની તરફેણમાં હોવા જોઈએ. પોતાના અંગત કારણોસર આ ત્રણ આરોપીએાએ લડાઈમાં અને માણસોને મારવામાં ભાગ નહોતો લીધો.. . . . . એ લોકોએ કોઇ ફાલતુ માણસો તરીકે નહિ પણ એક સુવ્યવસ્થિત સરકારના ભાગ તરીકે લડાઇ ચલાવી છે. આઝાદ હિંદની કામચલાઉ સરકાર અને બ્રિટન વચ્ચે લડાઇ ચાલુ હતી તેથી એ લડાઇના સંચાલન દરમિયાન કરાયેલાં કાર્યોને નાગરિક ગુના ગણી શકાય નહિ.

. . . . જો આરોપીઓને સફળતા મળી હોત તો એમનો ઈન્સાફ તોળવા માટેની આ અદાલત હસ્તી ધરાવતી ન હોત,

. . . . દુશ્મનની સરકાર તમે ભલે સ્વીકારો નહિ, પણ તમારીને એની વચ્ચેના યુદ્ધસંબંધનો સ્વીકાર થઈ શકે, એ રીતે વ્યક્તિગત સ્ત્રી-પુરુષોએ યુદ્ધકાળ દરમિયાન કરેલાં કાર્યોમાં તેમને રક્ષણ મળે છે . . . . ૧૯૩૭ની ૧૪મી એપ્રિલે આ સભામાં સ્પેઈનના આંતરવિગ્રહ અંગે ચર્ચા થતી હતી ત્યારે એ વખતના પરદેશ ખાતાના મંત્રી શ્રી ઇડને બે પક્ષો વચ્ચેના યુદ્ધ સંબંધનો સ્વીકાર કરેલો. એમણે કહેલું તેમ યુદ્ધ સંબંધ સ્વીકારવાનો સવાલ સિદ્ધાંતનો નહિ પણ હકીકતનો છે . . . . આ રીતે કામચલાઉ સરકારનો બ્રિટને સ્વીકાર કર્યો હોવો જોઈએ એવી કોઈપણ દલીલ નકામી છે. કામચલાઉ સરકાર પોતે હિંદની સરકાર નથી બની ગઇ તેનો કાંઈ વાંધો નથી. . . .

વળી, જે આ૦ હિં૦ ફો૦એ બ્રિટિશ હિંદી લશ્કરના સિપાહીઓ ઉપર ગોળીઓ ચલાવેલી તો તેમ બ્રિટિશ હિંદી લશ્કરે પણ આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓ ઉપર ગોળીઓ ચલાવેલી. આ વર્તન માટેનું વાજબીપણું બેઉ પક્ષે એકસરખું છે. . . .