[ ૧૬૦ ]
કબૂલાત છે કે આ સંજોગોમાં યુદ્ધ ચલાવવાનો આરેાપ ટકી શકે તેમ નથી . . . .
૧૯૪૨ની ૧૭મી ફેબ્રુઆરીના બનાવો પછી કોઇ વફાદારી રહી નહોતી . . . . . . કેપ્ટન અરશદે કહ્યું છે કે એક એમના દેશ પ્રત્યેની વફાદારી જ બાકી રહી હતી. બ્રિટનમાં વફાદારી રાજા અને દેશ બેઉ પ્રત્યે હોય છે. પણ હિંદમાં એ માત્ર રાજા પ્રત્યે હોય છે. રાજા અને દેશ બેઉ એક હોય ત્યારે તો ત્રીજો કોઈ વિકલ્પ રહેતો નથી. પણ એ એક ન હોય ત્યારે વિકલ્પમાં વફાદારી દેશ પ્રત્યેની જ હોય.
અમારા દેશની મુક્તિ માટે અમે રાજા સામે જ લડી રહ્યા હતા. ત્યારે અમારે માટે વફાદારીનો પ્રશ્ન જ કેમ ઊભો થઈ શકે ? તમે તમારા જ દેશની મુકિત માટે લડતા હો તો બીજી કોઈ વફાદારી તમને તેમ કરતાં રોકે છે એમ તો તમે તમારો અંતરાત્મા વેચી દીધો હોય તો જ કહી શકો. જો એમ બને તો તો અમારાં જ દુર્ભાગ્ય કારણ કે અમારે તો પછી ગુલામ જ રહેવાનું !
. . . . .આ૦ હિં૦ ફો૦ જાપાનના એક મિત્ર તરીકે લડેલી. એ કબૂલ કરવામાં કોઈ નામેાશી નથી કારણ કે જેમ અમેરિકનો, અંગ્રેજો અને આઝાદ ફ્રેંચોનો ઉદ્દેશ ફ્રાંસને મુકત કરવાનો હતો તેમ જાપાનીસ લશ્કર અને આ૦ હિં૦ ફો૦ એ બેનો ઉદ્દેશ હિંદને મુક્ત કરવાનો હતો. એ દોરવણીથી ફ્રેંચો એંગ્લો-અમેરિકનોના પૂતળાં નહોતાં બની ગયાં......
ફરિયાદપક્ષના દરેક સાક્ષીએ એટલું કબૂલ કર્યું છે કે જાપાનીસ લશ્કર અને આ૦ હિં૦ ફો૦નો ઉદ્દેશ હિંદની મુકિત હતો. ......આરોપીઓના ગૌરવના બચાવમાં હું કહું છું કે એમના વિરોધીઓએ વાતવાતમાં કહ્યું છે તેમ એ જાપાનીઓનાં પૂતળાં નહોતાં.