પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૧ ]



: ૧૯ :

૧૮મી ડિસેંબર : મંગળવાર

અમેરિકાના સ્વાતંત્ર્ય-યુદ્ધનો દાખલો આપીને શ્રી ભુલાભાઈએ દેશ અને રાજા પ્રત્યેની વફાદારીનો વધુ તફાવત દેખાડ્યો–

'અમેરિકન પ્રજા સામે પણ રાજા પ્રત્યેની વફાદારી અને દેશ પ્રત્યેની વફાદારી વચ્ચે વિરોધ ઊભો થયેા હતેા. એક પરદેશી રાજા પ્રત્યેની વફાદારીને બદલે એમણે દેશ પ્રત્યેની વફાદારી પસંદ કરી...... ઇંગ્લંડમાં પણ ઘણા વખતથી એક કાયદો છે કે એક દેશ પોતાની જાતને બીજા વધુ શક્તિશાળી દેશના રક્ષણ નીચે મૂકે અને જો એ દેશ એનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય તો રક્ષિત દેશને પોતાની સ્વતંત્રતા પાછી મેળવવાનો અધિકાર છે.

...........યુદ્ધકેદીઓ તરીકે પોતાને ખોરાકમાં જે ખાંડ નહોતી મળતી તે મેળવવા માટે લોકો આ૦ હિં૦ ફો૦ માં જોડાયેલા એ વાત તો હાસ્યાસ્પદ છે. આ૦ હિં૦ ફો૦માં જોડાયા હતા એમની ઉપર તો દુશ્મન લશ્કર સાથે લડતાં લડતાં મરવાનું જોખમ હતું...... ફરિયાદપક્ષના કેટલાક સાક્ષીએાએ પોતાની ઉપર બળજબરી થયાની જુબાની આપી હતી તેનું કારણ તો એ છે કે એમને હુકમભંગ કે બીજા ગુનાઓ માટે સજા કરવામાં આવી અને પોતાની જાતને મોટી દેખાડવા માટે આવાં હોશિયારીભર્યાં અર્ધસત્યો એ હવે ઉચ્ચારી. રહ્યા છે.'

બચાવપક્ષના સાક્ષીઓએ આપેલી જુબાનીમાંથી વારંવાર ઉતારા ટાંકી ટાંકીને શ્રી ભુલાભાઈ એ ફોજ-ભરતી માટે બળજબરી કે જુલ્મો કર્યાના અને પાંચ માણસોના ખૂનો કર્યા કે કરાવ્યાના આરોપોનો લંબાણથી ઇન્કાર કર્યો. એમણે એમ પણ કહ્યું કે કૅ૦ સેહગલ એક યુદ્ધકેદી તરીકે શરણે થયા હતા અને લડાઈ બંધ પડે પછી યુદ્ધકેદીઓને છોડી મૂકવામાં આવતા હોઈને એમને પણ તરત જ મુક્ત કરવા જોઈએ. તે ઉપરાંત આ આખો મુકદ્દમો ગેરકાયદેસર છે આ અદાલતને એ ચલાવવાની કાયદેસરની કોઈ સત્તા