પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૬૪ ]


: ૨૧ :

ર૯મી ડિસેંબર ; શનિવાર

અદાલતના બીજા સભ્યોને ઉદ્દેશીને બેઉ પક્ષોની હકીકતો અને કાયદા અંગેની દલીલો રજુ કરતા જજ-એડવોકેટ કર્નલ કેરિનના ત્રણ કલાકના ભાષણની શરૂઆતમાં એમણે કહયું કે

'આ મુકદ્દમામાં જેટલી મહત્વની અને ગૂંચવણભરી હકીકતો તેમજ કાયદાની બારીકીઓ ઉપર ઇન્સાફ તોળવાનું કામ લશ્કરી અદાલત ઉપર આવ્યું છે તેવું વારંવાર આવતું નથી. આવા ગંભીર આરોપો સહિત તમારી સામે ખડા કરાયેલા ત્રણ આરોપીઓની ગુનેગારી કે નિર્દોષતા નક્કી કરવાનો ભારે બેાજો તમારી ઉપર છે. એ મુશ્કેલ કાર્યમાં તમને યથાશિકત મદદ કરવાની હવે મારી ફરજ છે. મારું કાર્ય તમારી સમક્ષ કાયદાનો સાર રજૂ કરવાનું, આ આરોપોને એ કઈ રીતે લાગુ પડી શકે તે દેખાડવાનું અને ફરિયાદપક્ષે કે બચાવપક્ષે હકીકત અંગે ઊભા કરેલા મુદ્દા તમારી સામે મૂકવાનું છે. કાયદાના સવાલ વિશે બને તેટલી સ્પષ્ટતાપૂર્વક અને બને તેટલા ચોક્ખા શબ્દોમાં તમને સલાહ આપવાનું મારું કામ છે, પરંતુ હકીકત શી હતી એનો નિર્ણય તો તમારે એકલાએ જ લેવાનો છે, કારણ કે એવી બાબતોના ન્યાયકર્તા તમને જ ઠરાવવામાં આવ્યા છે. હકીકત વિશે કોઈ પણ જાતનો અભિપ્રાય વ્યક્ત કરવાનું મારું કામ નથી.

તમારા દૈનિક જીવનમાં એ વસ્તુ એક યા બીજી રીતે તમારા ધ્યાન ઉપર જરૂર આવી હશે કે આ અને આની સાથે સંકળાયેલા બીજા મુકદ્દમાઓએ વર્તમાનપત્રો દ્વારા અને બીજી રીતે જાહેર જનતાને ઘણું આકર્ષણ કર્યું છે. એ હકીકત પ્રત્યે દુર્લક્ષ કરીએ તો આપણે વસ્તુસ્થિતિ પ્રત્યે આંધળા કહેવાઈએ. પણ બહારના એ તમામ અહેવાલો અને અભિપ્રાય તરફ તમારે દુર્લક્ષ કરવાનું છે અને માત્ર તમારી સમક્ષ અહીં રજૂ થયેલા પુરાવાઓ