પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૫ ]



ઉપરથી જ તમારે ફેંસલો કરવાનો છે...દરેક આરોપીની ગુનેગારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદપક્ષ ઉપર છે...આરોપીઓ ગુનેગાર છે એમ સાબિત ન થાય ત્યાં સુધી એ નિર્દોષ છે એમ જ માનવાનું છે.'

કાયદાની બારીકીઓને આધારે આ અદાલતને આવા ગુનાનો ઈન્સાફ તોળવાનો અધિકાર નથી તેમજ આખો મુકદ્દમો ગેરકાયદે છે એવી બચાવ-પક્ષની દલીલને જજ–એડવોકેટે અસ્વીકાર્ય ઠરાવી, અને પછી આઝાદ હિંદની કામચલાઉ સરકારની રચના અને સ્થાપના અંગેની કેટલીક બાબતે પરના પુરાવાઓનો ટુંક સાર આપ્યોઃ

'૧૯૪૩ની ૨૧ મી ઑકટોબરે સિંગાપુરમાં મળેલી એક સભામાં આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની જાહેરાત સુભાષચંદ્ર બોઝે કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સરકારે બ્રિટન અને અમેરિકા સામે લડાઈ જાહેર કરેલી. જાપાનીસ વિદેશ- કચેરીના શ્રી સાબુર ઓહટાએ જણાવ્યું છે કે એમની સરકારે કામચલાઉ સરકારનો સ્વીકાર કરેલો, અને તેની જાહેરાતનો અસલ મુસદ્દો એમણે પોતે ઘડેલો. આઝાદ હિંદ સરકારના માહિતી-ખાતાના પ્રધાન શ્રી અય્યરે એ સરકારનાં કાર્યોની વિગતો રજૂ કરી છે. ધરીરાજયોએ એ સરકારનો સ્વીકાર કર્યો હતો એવી જુબાની લેફ૦ નાગે અને શ્રી માત્સુમોટોએ આપી છે. એ સરકાર ઉપર શ્રી હાચિયાને જાપાનીસ સરકારે પોતાના એલચી તરીકે મોકલ્યા હતા એની પણ સાબિતી છે. શ્રી દીનાનાથે જણાવ્યું છે કે રંગુનમાં એક આઝાદ હિંદ બેંક હતી અને સરકારનાં તમામ નાણાં એ બેંકમાં નાણાં-પ્રધાનના નામ ઉપર રાખવામાં આવતાં. જુદાં જુદાં ખાતાંને એ ખરચ પૂરું પાડતા. અાંદામાન અને નીકાબાર ટાપુઓ કામચલાઉ સરકારને સોંપી દેવામાં આવેલા એવો દાવો કરવામાં આવ્યો છે. બારમામાં ઝિયાવાડીને નામે એળખાતો પચાસ ચોરસ માઈલનો બીજો પણ એક વિસ્તાર