કહેવાયું કે, “અમે તમને ઠાર નથી મારવાના. જો તમે આ૦ હિં૦ ફેા૦ માં જોડાશો તો આ યાતનામાંથી બચશો, નહિ તો આ રીતે જ તમે મરી જશો.” કીડીઓથી છવાયેલી જગ્યા ઉપર એમને કપડાં કે બિસ્તર વિના સૂવાડવામાં આવતા.
યુદ્ધકેદીઓ ઉપરના આ સિતમ કરનારાઓ ખુદ હિંદી યુદ્ધકેદીઓ જ હતા, પણ તેઓ આ૦ હિં૦ ફેા૦ માં જોડાયેલા હતા. આ છાવણીનો કબજો સંભાળનારાઓમાં પંજાબ રેજિમેન્ટવાળા સુબેદાર શીંગારાસીંઘ, કૅ. અબ્દુલ રશીદ અને જમાદાર ફત્તેહખાન હતા. ૧૯૪૨ના ઑગસ્ટમાં એક દિવસ ચાદ હથિયારબંધ શીખોને લઈને શીગારાસીંઘ અને ફત્તેહખાન છાવણી ઉપર આવ્યા ફત્તેહખાને કહ્યું કે એ કેદીઓને આ૦ હિં૦ ફો૦ માં લઈ જવા માટે આવ્યા હતા. જે છાવણીમાં આ બન્યું તેમાં ત્રણસો એક મુસલમાન યુદ્ધકેદીઓ હતા. તેમણે તેની સાથે જવાની ના પાડી અને કહ્યું કે, અમે વફાદારીના સોંગદનો ભંગ નહિ કરીએ. તેમને આ૦ હિં૦ફો૦ માં જોડાવા માટે લઈ જવાતા હતા તેનો એમણે સામનેા કર્યો. એમની ઉપર ગોળીબાર થયા અને કેટલાક માર્યા ગયા. શીંગારાસીંઘ અને ફત્તેહખાનની સાથે આવેલા શીખેામાંનો એક માર્યો ગયો. એમના ગયા પછી ત્રણ જાપાની અફસરો અને આ૦ હિં૦ ફો૦ ના ત્રણ અફસરો ત્યાં આવ્યા. જાપાની અફસરોએ કહ્યું કે આ૦ હિં૦ ફો૦ માં જોડાવાનો હુકમ જાપાની સરકાર તરફથી કરવામાં આવ્યો હતોતા. અને તેનું પાલન કરવાનું જ હતું; અને જો આવો બનાવ ફરીવાર બનશે તો જાપાનીઓ એનો બદલો મોતથી લેશે. ત્યારપછી એ મુસલમાન સૈનિકોને નજરકેદ– છાવણીમાં લઈ ગયા. ત્યાં તેમની ઉપર સિતમ થયા, માર પડ્યો અને એમની પાસે મજૂરી કરાવવામાં આવી. એ છાવણીમાં મોહનસીંધે આવીને એમને ભાષણ સંભળાવ્યું કે, મુશ્કેલીઓમાંથી બચવા માટે તમારે ભરતી થઈ જવું જોઈએ. એટલે આ રીતે કેટલાકને આ૦ હિં૦ ફો૦માં જોડાવું પડ્યું.