પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૨ ]


સપ્ટેંબર ૧૯૪૨ માં, એક બીજી છાવણીમાં આવો જ બનાવ બન્યો. એમાં 'ગુરખા રાયફલ્સ' ના અફસરો અને સિપાહીઓ હતા. પુરનસીંઘ અને આ૦ હિં૦ ફેા૦ માં જોડાયેલા બીજાઓ એમની સામે ભાષણો કરતા અને આ૦ હિં૦ ફો૦ માં જોડાવાનું કહેતા. પણ એમણે ના પાડી. પરિણામે એમના અફસરોને બીજી નજરકેદ-છાવણીમાં લઈ જવાયા પછી સિપાહીઓને કહેવાયું કે, જો નહિ જોડાવ તો તમારી ઉપર ગોળીબાર થશે. ૨૩ મી સપ્ટેંબરે જમાદાર પુરનસીંઘે સિપાહીઓને કહ્યું: “તમે હિંદુસ્તાનીઓ નથી ? શા માટે તમે આ૦ હિં૦ ફો૦ માં ભાગ લેતા નથી ?” તેમ છતાં પણ એમણે ના પાડી, એટલે એમાંના કેટલાકને એક પછી એક મારવામાં આવ્યા. એમને કહેવાયું કે, 'વારંવાર તમને ચેતવણી આપવામાં આવી હતી; અમારા હુકમ ન માનવાનું આ ફળ છે.' સિપાહીઓએ બુમ પાડીને કહ્યું : 'અમને આ રીતે માર ન મારો ! અમે જાપાનીઓના યુદ્ધકેદીઓ છીએ અને અમે મજૂરી કરીશું પણ આ૦ હિં૦ ફો૦ માં નહિ જોડાઈએ.” તે પછી સિપાહીઓ ઊભા થઈ ગયા. પુરનસીંઘે એમને પૂછ્યું કે, 'તમને ઊભા થવાનો હુકમ કોણે આપ્યો છે ? તમે હુકમનું પાલન કરતા નથી અને બધું અમારી વિરૂદ્ધ જ કરો છો. એટલે અમે તમારી ઉપર બંદૂક ચલાવીશું.”

ગોળી ચલાવવાનો હુકમ જમાદાર પુરનસીંઘે ચોકીદારોને આપ્યો, અને એમણે એમ કર્યું. ગુરખા યુદ્ધકેદીઓ પાસે કોઈ હથિયાર નહોતાં એટલે ચોકીદારો અને ભાષણકર્તાઓ ઉપર ચંપલ ફેંકવા અને તેમની ઉપર ધસી જવા સિવાય બીજું કાંઈ તેઓ કરી શક્યા નહિ. પુરનસીંઘના ફરમાન મુજબ ચોકીદારો એ બંદૂકને સંગીન ચડાવીને એમની ઉપર હલ્લો કર્યો. કેટલાક ગુરખાઓ ઘવાયા. તેમને ઇસ્પિતાલમાં લઈ જવાયા. ઇસ્પિતાલમાં પણ એમને આ૦ હિં૦ ફો૦ માં જોડાવાનું કહેવામાં આવ્યું, પણ એમણે ના પાડી. 'ગુરખા રાયફલ્સ'ના હવાલદાર