પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭ ]



પુરાવાઓમાંથી દેખાશે કે આરોપીએાએ આ૦ હિં૦ ફો૦માં સિપાહીઓની ભરતી કરી છે, આ૦ હિં૦ ફો૦ના સંચાલનમાં ભાગ લીધો છે, નામદાર શહેનશાહનાં દળો સામે લડવાનાં સૂચનો અને ફરમાનો આપ્યાં છે, અને ખુદ પોતે પણ એ દળો સામે લડ્યા છે. એમ કરીને એમણે અગાઉથી ઘડેલી યોજનાઓનો અમલ કર્યો છે અને બીજાઓ સાથે મળીને યુદ્ધ ચલાવવાના સંયુક્ત ઇરાદાનો અમલ કર્યો છે.

જાપાનીઓએ કબજે કરેલાં બ્રિટિશ શસ્ત્રો વડે એ તાલીમ પામતા અને લડાઇ લડતા હતા. સિપાહીઓ અને અફસરોએ હિંદી લશ્કરના પોતાના ગણવેશ પહેરવા ચાલુ રાખ્યા હતા અને વધુમાં આ૦ હિં ૦ફો૦ ના બિલ્લાઓ એમણે લગાડ્યા હતા. આવા કેટલાક બિલ્લાઓ પુરાવા તરીકે રજૂ કરાશે.

આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા લે. નાગને લગભગ ઑગસ્ટ ૧૯૪ર માં કહેવાતો આ૦ હિં૦ ફો૦ કાનૂન ઘડવાનું કહેવામાં આવ્યું હતું. તેણે તે પ્રમાણે કર્યું. આ કાનૂન મોટે ભાગે તો હિંદી લશ્કરી કાનૂનને મળતો આવે છે, પણ ફટકાની સજાનો એક મહત્વનો ઉમેરો એમાં કરાયો હતો. શરૂઆતમાં એમાં અઠવાડિયે ૬ ફટકા અને બધા મળીને વધુમાં વધુ ૨૪ ફટકાનો પ્રબંધ હતો. સિપાહીઓ અને અફસરોમાં ગંભીર શિસ્તભંગના કિસ્સાઓમાં ફટકાની સજા ફરમાવવાની સત્તા ૧૯૪૩ ના જુનમાં લશ્કરી કમાન્ડરો અને 'ડાયરેક્ટોરેટ ઑફ મિલિટરી બ્યૂરો'ને આપવામાં આવી હતી. ઑગસ્ટ ૧૯૪૪ માં વધુમાં વધુ ફટકાની સંખ્યા–મર્યાદા વધારીને ૪૫ કે ૫૦ ની બનાવીને એનો અમલ કરવાની સત્તા ડિવિઝનોના, રેજિમેન્ટોના અને બેટેલિયનોના કમાન્ડરોને પણ અપાઈ હતી.

૧૯૪૩ ના જાન્યુઆરીના અરસામાં, યુદ્ધકેદીઓની વહીવટી જરૂરિયાતો માટે એક વહીવટી-સમિતિ સ્થાપવામાં આવી હતી. પ્રચારનાં