લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૮ ]

ભાષણો ગોઠવવાનું કામ આ જ સમિતિ કરતી હતી. ૧૯૪૩ ના મે ના અરસામાં “ડાયરેક્ટોરેટ ઑફ મિલિટરી બ્યૂરો'ની સ્થાપના થઈ. સેહગલ લશ્કરી મંત્રી હતા અને શાહનવાઝ હતા 'ચીફ ઑફ જનરલ સ્ટાફ.'

૧૯૪૩ ની ૨૧ મી ઑક્ટોબરે સિંગાપુરમાં આ૦ હિં૦ ફો૦ ના માણસો અને નાગરિકોની એક જંગી સભા થઈ હતી. સુભાષચંદ્ર બોઝે ત્યાં ભાષણ કરેલું. આ૦ હિં૦ ફો૦એ કબજે કરેલા વિસ્તારોના વહીવટ માટે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કર્યાની તેમણે જાહેરાત કરી. તેના પ્રધાનોના નામની પણ એમણે જાહેરાત કરી; અને એમાં કૅ. શાહનવાઝખાનનું નામ શામિલ હતું. ૧૯૪૪ ની ૩૦ મી ઑક્ટોબરે કામચલાઉ સરકારની એક યુદ્ધસમિતિ ઊભી કરવામાં આવી હતી. આ માહિતીની જાહેરાત કરવા માટે કૅ. સેહગલે તેની એક નકલ લે. નાગને મોકલી હતી.

૧૯૪૫ના માર્ચ સુધીમાં આ૦ હિં૦ ફેા૦ ના ઘણા અફસરો અને સિપાહીઓ ના. શહેનશાહના દળો સાથે ભળી જવા લાગ્યાં. આ અટકાવવા માટે સુભાષચંદ્ર બોઝે એક ફરમાન બહાર પાડ્યું કે આ૦ હિં૦ ફો૦નો કોઈ પણ સભ્ય, તેનો ચાહે તે હોદ્દો હોય પણ, જો બાયલી વર્તણૂક દેખાડે તે તેને કેદ પકડવાનો અને જો દગાખેરી કરે તો ઠાર મારવાનો અધિકાર હવેથી આ૦ હિં૦ ફો૦ના તમામ સભ્યો નાના મોટા અફસરો તેમજ સિપાહીઓને આપવામાં આવે છે.

આ ખટલામાંના પુરાવાઓ મૌખિક તેમજ દસ્તાવેજી બેઉ હશે. બરમામાંના બ્રિટિશ લશ્કરના હાથમાં વખતોવખત જુદા જુદા દસ્તાવેજો આવતા. ફરિયાદપક્ષ તેમને રજૂ કરી શકે તેમ છે. છતાં તેમાંના થોડાકનો ઉલ્લેખ હું અહીં કરીશ. આ દસ્તાવેજો નીચે આરોપીઓની સહી છે.

કૅ. શાહનવાઝખાનની સહીવાળા અથવા તેમના હસ્તાક્ષરોવાળા