દસ્તાવેજોમાંના કેટલાક નીચે મુજબ છે: ૧૯૪૩ ની ૮ મી ઑગસ્ટે ડિવિઝન નં. ૧ના વડા મથકને એમણે એક કાગળ લખ્યો અને બર્મામાં હિંદી સૈનિકોની સ્વાગત અને સંચાલનની યોજનાની એક નકલ મોકલી. આ કાગળમાં તારીખ છે, ૮ મી ઑગસ્ટ, '૦૩ '૦૩' એટલે ૨૬૦૩ની જાપાની સાલ. ૧૯૪૩ની ૧૪મી મેએ એક જાહેરાત થઈ હતી કે તે દિવસથી જાપાની પંચાંગને અપનાવવામાં આવશે. એટલે કે ૧૯૪૩ ને બદલે ર૬૦૩, અને એ પ્રમાણે આગળ યોજનામાં જણાવાયું હતું કે હિંદ–બરમા સરહદ ઉપર લડાઇ ચાલુ થશે ત્યારે અમુક હિંદી સૈનિકો એમને પક્ષે ભળી જશે અને બીજા કેટલાકને લડાઈમાં શરણે થવું પડશે એવી ધારણા રખાય છે. ભાષાની અને બીજી મુશ્કેલીઓના કારણે એવા સિપાહીઓને તારવવાનું જાપાની લશ્કર માટે કપરું બની જશે. એ સિપાહીઓના ત્રણ વિભાગ પાડી નાખવા જોઈએ એમ એમાં જણાવાયું હતું. (क) જેમને ચળવળની જાણ હોય અને તેમાં જોડાવાના ઇરાદાથી આવ્યા હોય. (ख) જેમને કાંઈ ખબર ન હોય પણ તેમાં જોડાવા તૈયાર હોય (ग) જેઓ આ૦ હિં૦ ફો૦માં જોડાવા કબૂલ ન થતા હોય. (क) અને (ख) વિભાગોને વ્યવસ્થિત કરીને તેમને શસ્ત્રસજ્જ કરવાના હતા. જ્યારે (ग) વિભાગને યુદ્ધકેદીઓ તરીકે રાખવા જાપાની સત્તાવાળાઓને સોંપી દેવાના હતા. આ યોજનાનો અમલ થાય તે પૂર્વે જ હિંદુસ્તાન તરફની, આ૦ હિં૦ ફો૦ તરફની તેમજ તેમને પક્ષે ભળી જતા હિંદી સૈનિકો તરફની જાપાન સરકારની નીતિથી સહુ જાપાની અફસરો અને સૈનિક જાણકાર થઈ જાય. આ૦ હિં૦ ફો૦ ને મદદ કરવા અને તેની સાથે સહકાર કરવા તેઓ તૈયાર રહે અને યોજનાના સરળ સંચાલન માટે શક્ય તેટલી બધી સગવડો આપે એટલી ખાતરી કરી લેવાની વિનંતિ હિકારી–કિકાનને એમાં કરવામાં આવી હતી.
૧૯૪૪ ની પ મી સપ્ટેંબરે આ૦ હિં૦ ફો૦ નો એક હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. લશ્કરી મંત્રી તરીકેની કૅ. સેહગલની સૂચના