પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૧ ]



૧૯૪૪ની ૭ મી જુલાઈની નોંધ નીચે પ્રમાણે છે : “સિપાહીઓને કાંઈ રેશન મળ્યું નથી. ચાર ગઢવાલીઓ ભૂખમરાથી મરણ પામ્યા છે. રેશન વિશે કાંઈક કરવાનું કહેવા હું અને રામસરૂપ હિકારી–કિકાનને મળ્યા. તેઓ તો એની પ્રત્યે જરા ય ધ્યાન આપતા લાગતા નથી. મારા માણસો ને આમ જાણીબુઝીને ભૂખે મારવાનો શો હેતુ હશે તેની મને ખબર પડતી નથી.'

૧૯૪૪ ની ૧૫ મી જુલાઈની નોંધ કહે છે કે ભૂખમરાને કારણે માણસો માખીની જેમ મરી રહ્યા છે અને કેટલાક તો આપઘાત કરી રહ્યા છે, પણ જાપાનીઓ જરાય મદદ કરતા નથી.

૧૯૪૪ ની ૮ મી ઑગસ્ટની નોંધ : “ યુવાથી કિમેવારીનો જવાબ લઈને પિયાકા પાછો ફર્યો છે. પૈસાની સગવડ કે બીજી મદદ માટે તેના તરફથી કોઈ સગવડ થઈ શકી નથી. એણે સૂચવ્યું છે કે તારાઉન ખાતેના આપણુ બીમાર સિપાહીએાએ આપધાત કરવો જોઈએ.”

૧૯૪૫ ની રોજનીશી પણ એટલી જ મહત્વની છે. ૨૧ મી ફેબ્રુઆરી ૧૯૪૫ ની તારીખ નીચેની નોંધ કહે છે કે એ રાતે કૅ. શાહનવાઝ મોરચા ભણી રવાના થયા હતા, મધરાતે એ પાપા જવા ઊ૫ડી ગયા, એમને વિદાય આપવા નેતાજી આવ્યા હતા અને એમને બધી જ સૂચનાઓ આપી હતી. નેતાજી એટલે સુભાષ બોઝ.

૧પ માર્ચ : તા. ૧૫-૧૬ ની મધરાતે સેહગલ અને તેમના સિપાહીઓએ પિનબિનમાં દુશ્મન ઉપર હુમલો કર્યો.

માર્ચ ૨૯ : લેગી આગળ તેમની કૂચ થંભી. ત્યાં ખબર મળ્યા કૅ. સેહગલ અને બીજા ગૂમ થયેલા અફસરો આવી પહોંચ્યા છે.

એપ્રિલ ૨ : દુ:ખદ આંચકાઓથી દિવસ શરૂ થયો. કેટલાક અફસરો ફોજમાંથી નાસી છૂટ્યા. એપ્રિલ ૩ : સેહગલ તરફથી