પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૩ ]



મે ૧૪ : મેજર જાગીર અને 'એ. બી.' ના અંકુશ હેઠળ યુદ્ધકેદીઓની ટુકડી સવારના દસ વાગે ચાલી નીકળી. કર્નલ ધિલન, મેજર મેહરદાસ અને ૮૦ સિપાહીઓવાળી મારી ટુકડી પાછળ રહી. જોઈએ કે વિધાતાએ અમારે માટે શેનું નિર્માણ કર્યું છે ! સાંજના ચાર વાગે પેગુથી પશ્ચિમે સાત માઈલ પરના લેગા ગામે પહોંચ્યો. જંગલમાં સપડાઈ ગયેલા ઘણા જાપાનીઓ પણ અહી છે. બધાં રહેવાસીઓ બહુ જ બ્રિટિશપક્ષી છે, અમારું સંખ્યાબળ માત્ર ૪૯ માણસેનું છે.

છેલ્લી નિત્યનેાંધ ૧૭મી મે, ૧૯૪૫ની તારીખ નીચે છે ; 'તા. ૧૬-૧૭ ની મધરાત સુમારે ને સિતાપિનઝીક્સ ગામમાં દાખલ થતાં જ પંદર વારને છેટેથી પંજાબ રેજિમેન્ટના માણસોએ અમારી ઉપર ભારે ગોળીબાર કર્યા. અમારો નાગરિક ભોમિયો માર્યો ગયો. મેં મારી બેગ ખેાઇ. એ રાત જંગલમાં ગાળી, સવારના આઠ વાગે ઊભો થયો પણ તમામ રસ્તા બંધ થઇ ચૂક્યાની જાણ થઇ. સાંજના છ વાગે પંજાબ રેજિમેન્ટે મને કેદ પકડ્યો અને પેગુના ડિવિઝનના વડા મથકે, અને આખરે જેલમાં પહોંચાડ્યો.”

કે. સેહગલની સહીવાળા અથવા એમના અક્ષરો વાળા લખાણોમાં નીચે મુજબના શામિલ છે: આ૦ હિં૦ ફો૦ ના સર્વોચ્ચ સેનાપતિ તરીકે ૧૯૪૪ ની ૯ મી ફેબ્રુઆરીએ સુભાષ બોઝે કાઢેલા એક રોજિંદા ફરમાનને કૅ. સેહગલે તમામ એકમો ઉપર મોકલી આપ્યું. એમાં કહેવાયું હતું કે પ્રત્યેક એકમ-કમાન્ડરે પોતાના અંકુશ નીચેના સૈનિકોની પરેડ ગોઠવવી અને આરાકાન મોરચા પરની હિલચાલની મળી હોય તેટલી બધી વીગતો તેમને જણાવવી. આ ખાસ ફરમાનમાં કહેવાયું હતું કે લાંબા કાળથી જેની વાટ જોવાતી હતી તે દિલ્હી ભણીની કૂચ શરૂ થઈ છે. આરાકાન પર્વત ઉપર ફરકી રહેલો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ વાઈસરોયના મહેલ ઉપર ન