પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૨૪ ]

ફરકે અને દિલ્હીના પુરાણા લાલ કિલ્લામાં એમની વિજય-કૂચ ન નીકળે ત્યાંસુધી એ કૂચ કાળા નિશ્ચય સાધે ચાલુ રાખવી જોઈએ 'ચલો દિલ્હી'નો પોકાર ઉપાડી લેવાનું એમને કહેવાયું હતું.

૧૯૪૫ ની છઠ્ઠી એપ્રિલે આઝાદ ફોજની ટૂકડી નં. ૫૯૯ ઉપર કૅ. સેહગલે એક અહેવાલ મોકલેલો. તેમાં જણાવેલું કે લેફ. યાસિન-ખાન અને બીજા અફસરો તથા સૈનિકોમાં ખૂબ ગભરાટ અને નિરાશા ફેલાયાં છે. લેફ૦ ખાઝિમશાહની માનસિક હાલત સારી ન હોવાથી ટુકડીનું નેતાપદ તે સંભાળી શકે તેમ નથી. તેથી 'એ' કંપનીના કમાન્ડર ઉપર નજર રાખવા એને મોકલ્યા છે, અને લડાઇનું સંચાલન કૅ. સેહગલે પોતાના હાથમાં લીધું છે. લડાઇ દરમિયાન બે પાયદળ ટૂકડીઓ દુશ્મન સાથે ભળી ગઇ અને આગળ ઉપર પોતાની બેટેલિયનના આખા વડા મથક સાથે લેફ૦ ખાઝિમશાહ અને 'એ' કંપનીની એક પાયદળ ટુકડી ફોજમાંથી ભાગી છૂટ્યાં.

ફોજમાંથી નાસી છૂટવાના વધુ કિસ્સાઓ પણ અહેવાલમાં જણાવાયા હતા કે તેઓ ચારે બાજુથી ઘેરાઇ ગયા હતા, ટૂકડીનો જુસ્સો ઓસરી ગયો હતો; અને એમાંના થોડા દુશ્મનપક્ષે ભળી જશે એવું લાગતું હતું. દુશ્મનપક્ષે ભળી જતા અફસરો એમના હાથ નીચેના માણસોને પણ પોતાની સાથે આવવાનો હુકમ કરતા જતા.

કૅ. સેહગલના હસ્તાક્ષરોમાં લખાયેલી એમની રોજનીશી પણ મોજુદ છે અને તે રજૂ કરાશે. ૮મી ફેબ્રુઆરી ૧૯૪૫ની તારીખ નીચેની નોંધ કહે છે કે પાપા ટેકરીનું રક્ષણનું કામ તેમણે બજાવવાનું હતું. ૧૭મી ફેબ્રુઆરીએ એમણે લખ્યું છે કે કૅ૦ ધિલનના મોરચા સામેની ઈરાવદી નદી દુશમને પાર કરી હતી; અને તેની રેજિમેન્ટ