પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૫ ]


લગભગ ખતમ થઈ ચૂકી હતી. (૧૯મીઃ) રેજિમેન્ટની હાલત વિશે ધિલન ઘણા નિરાશ હતા. એમાં જરાય શિસ્ત નહોતી, જુસ્સો એાસરી ગયેા હતેા. (૧૯મી માર્ચ:) 'મોરચા ઉપર જવાની ના પાડવા બદલ એક અફસરને મારે મોતની સજા ફરમાવવી પડી હતી. અફસોસ, માનવ જીવનનો આ કેવો વ્યય થાય છે !” ( ૨ જી: ) 'આ અફસરો હજી સુધી પાછા ફર્યા નથી. મને ખાતરી છે કે એ દગાખોર સૂવરો દુશ્મનપક્ષે ભળી ગયા છે. હવેથી હું બિલકુલ નિર્દય થવાનો છું. કોઈ પણ માણસ શંકાજનક હિલચાલ કરતો માલૂમ પડે કે તરત તેને ઠાર મારવાનો હુકમ મેં આપી દીધો છે. ( ૧૧મીઃ ) 'ધિલને આજે હુમલો શરૂ કર્યો છે. હું ઈચ્છું છું કે એ સાચે જ કાંઇક સારું કરી બતાવે. આ દગાખોરોએ લગાડેલું કલંક આપણે ધોઇ નાખવાનું છે.' (૨૦મી:) 'આક્રમણમાં અમને પણ ભાગીદાર બનાવવાનું, શાહનવાઝે જાપાનીઓને કહ્યું છે. એની સાથે હું સંમત થાઉ છું, પણ મને નથી લાગતું કે અમને એ તક મળે.'

૧૯૪૫ની ૨૮મી એપ્રિલે કૅ. સેહગલ શરણે થયા હતા.

પુરાવાઓમાંથી સાબિત કરાશે કે ૧૯૪૩ જુલાઈમાં સુભાષ બોઝ સિંગાપુર આવ્યા પછી સ્થપાયેલી ગેરીલા રેજિમેન્ટ નં. ૧ ના કમાન્ડર તરીકે શાહનવાઝ ખાનની નિમણુંક થઈ હતી. પોતાની રેજિમેન્ટને લઈને બર્મા જવા તેઓ ઑકટેબર ૧૯૪૩માં રવાના થયા.

૧૯૪૩મા એપ્રિલમાં કૅ. સેહગલ લશ્કરી મંત્રી બન્યા. ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં એ સિંગાપુરથી રંગુન આવી પહોંચ્યા.

૧૯૪૪ના સપ્ટેંબરના અરસામાં લેફ. ધિલન બરમા આવી પહોંચ્યા. રંગુન પહોંચ્યા પછી તરત જ એમને ચોથી ગેરીલા રેજિમેન્ટ (નેહરુ બ્રિગેડ)ના ઉપરી અફસર નીમવામાં આવ્યા; અને પોતાનો હોદ્દો સંભાળી લેવા તેઓ માંડલે ગયા.