[ ૩૦ ]
કૅ. મોહનસીંઘે તેને બેલાવ્યા. એ અફસરોમાંના એક કૅ. શાહનવાઝ હતા. લેફ. નાગે જ્યારે જણાવ્યું કે લશ્કરમાં ભરતી થયા અગાઉ તેઓ બંગાળમાં એક મેજીસ્ટ્રેટ હતા, ત્યારે તેની કામગીરીની એમને જરૂર છે, એમ કહીને કૅ. મોહનસીંઘે પોતાને ફરી મળવાનું તેને જણાવ્યું.
પાછળથી તે આ૦ હિં૦ ફો૦ના ન્યાયખાતામાં જોડાયા હતા. એમનું પહેલું જ કામ કૅ. માથુરની મદદ લઈને આ૦ હિં૦ ફો૦ કાનૂન ઘડવાનું હતું.
ભુલાભાઈ – હું માની લઉ છું કે આ૦ હિં૦ ફો૦ કાનૂનની જરૂર પડશે તો તે રજૂ કરવામાં આવશે.
સરકારી વકીલ- અમારી પાસે એક નકલ છે.
આ૦ હિં૦ ફો૦ના અફસરો અને સૈનિકોને સંગઠિત અને તાલીમબદ્ધ કરવા અંગે સૂચનાઓ આપતો એક દસ્તાવેજ રજૂ કરાયો અને સરકારી વકીલે વાંચી સંભળાવ્યેા. એાગસ્ટ ૨૦, ૧૯૪૨ પહેલા તે બહાર પાડવામાં આવ્યેા હતેા. સાક્ષીએ તેની ઉપરની સહી એાળખી કાઢી.
સ૦ વ૦ – ૧૯૪૨ ના સપ્ટેંબરમાં આ૦ હિ૦ ફો૦નું સંખ્યા બળ કેટલું હતું તે તમે જાણો છો ?
સાક્ષી - હા, દસહજાર જેટલું.
ભુ૦ – એની પાસે ચોક્કસ માહિતી છે કે કેમ તે હું જાણવા માગુ છું.
જજ એડવોકેટ – એ વિશેની તમારી અંગત માહિતી શી છે ?
સા૦ – સપ્ટેંબર ૧૯૪૨ ની શરૂઆતમાં એ સંખ્યા દસ હજારની હતી એ વાત સામાન્ય રીતે જાણીતી હતી.
જ૦ એ૦ – એ તમારી જાતમાહિતીમાંથી છે કે લોકોએ તમને જે કહ્યું તેમાંથી ?
સા૦– મારી જાતમાહિતીમાંથી.