પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૫ ]


લશ્કરી ખાતું હતું: એમાં એક સંચાલક, એક મુખ્ય વહીવટકર્તા, 'ચીફ ઑફ જનરલ સ્ટાફ' (શાહનવાઝખાન), એક લશ્કરી કમાન્ડર અને બીજા અફસરો હતા. આ૦ હિં૦ ફો૦ના લડાયક એકમો એનાં એ જ હતાં – માત્ર તેમનાં નામ બદલાયાં હતાં.

સરકારી વકીલે તે પછી કેટલાક દસ્તાવેજો રજુ કર્યા. નિમણુકો અને બદલીઓને લગતા હુકમો તરીકે એ બહાર પાડવામાં આવ્યા હતા. એમાં 'ચીફ ઑફ જનરલ' સ્ટાફ તરીકે લેફ૦ કર્નલ શાહનવાઝનું નામ. લશ્કરી મંત્રી તરીકે મેજર સેહગલનું અને ડેપ્યુટી કવાર્ટર માસ્ટર-જન રલ' તરીકે મેજર ધિલનનું નામ રજૂ થયું હતું. લશ્કરી ખાતાના સંખ્યાબંધ ગેઝેટ પણ રજુ કરાયાં હતાં. એમના જણાવ્યા પ્રમાણે મેજર સેહગલને લશ્કરી ખાતાની ડીરેકટોરેટમાં ૧૯૪૩ ના ફેબ્રુઆરીની ૨૬મીથી ખસેડવામાં આવ્યા હતા. અને લેફ૦ કર્નલ શાહનવાઝ ખાનની પણ એજ તારીખથી એજ કચેરીમાં બદલી કરવામાં આવી હતી. બીજા એક ફરમાનમાં શાહનવાજને રંગરૂટોની તાલીમશાળાના સંચાલક-અફસર પદે બઢતી અપાઈ હતી.

સા૦ — સુભાષચંદ્ર બોઝ સિંગાપુરમાં ૧૯૪૩ ના જુલાઈમાં આવ્યા હતા. આવ્યા બાદ તેમણે આ૦ હિં૦ ફો૦ અને હિંદી સ્વાતંત્ર્ય સંઘનો સંપૂર્ણ કાબૂ. સંભાળી લીધો હતો. સરસેનાપતિપદ ધારણ કરતી વેળા એક રોજિંદા ફરમાનમાં સુભાષચંદ્ર બોઝે આ૦ હિં૦ફો૦ને કહ્યુંઃ

'હિંદી સ્વાતંત્ર્યની ચળવળના હિતમાં આપણી ફોજની સીધી આગેવાની મેં આજથી ઉપાડી લીધી છે. મારે માટે આ આનંદ અને અભિમાનનો વિષય છે, કારણ કે હિંદુસ્તાનની સ્વાતંત્ર્ય સેનાના સેનાપતિ થવું એથી કોઈ વધુ મોટું માન એક હિંદી માટે હોઈ શકે નહિ, પણ મેં ઉપાડેલા કાર્યની વિશાળતાનું મને ભાન છે, અને એ જવાબદારીના ખ્યાલનો હું ભારે બોજો અનુભવી રહ્યો છું. મને ગમે તેવા મુશ્કેલીભર્યા અને આકરા સંજોગોમાં મારી ફરજ બજાવી શકવાનું બળ આપવાની પ્રાર્થના હું ઈશ્વરને કરું છું, જુદા જુદા ધર્મ પંથોવાળા