પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૩૬ ]

મારા ૩૮ કરોડ દેશવાસીઓનો હું મારી જાતને સેવક માનું છું. મારી ફરજ એવી રીતે બજાવવાનો મેં નિશ્ચય કર્યો છે, કે આ આડત્રીસ કરોડનું હિત મારા હાથમાં સલામત રહે, અને આપણી માતૃભૂમિની મુક્તિ માટેની, આઝાદ હિંદની સરકાર સ્થાપવાની અને સદાકાળ માટે હિંદી સ્વાતંત્ર્યની જે રક્ષા કરી શકે તેવું કાયમી સૈન્ય રચવા માટેની આવી રહેલી લડતમાં દરેકે દરેક હિંદી પૂરેપૂરી શ્રધ્ધા રાખે.

'આઝાદ હિંદ ફોજે એક મહત્વનો ભાગ ભજવવાનો છે. એ પાઠમાં યોગ્ય બનવા આપણે આપણી જાતને એકત્ર કરીને એક ફોજમાં ફેરવી નાખવાની છે. આ ફોજનું એક જ ધ્યેય હશે: હિંદુસ્તાનની આઝાદી. અને તેનો એક જ નિર્ધાર હશે: હિંદની આઝાદી કાજે કરેંગે યા મરેંગે. આપણા ધ્યેયનો ઈન્સાફ અને અજેયત્વમાં મને સંપૂર્ણ શ્રધ્ધા છે. માનવજાતના પાંચમા હિસ્સા સમાન આડત્રીસ કરોડ માનવીઓનો આઝાદ બનવાનો અધિકાર છે, અને પોતાની આઝાદીનાં મૂલ્ય ચૂકવવા હવે તેઓ તૈયાર થયા છે. સ્વતંત્રતાના આપણો જન્મસિધ્ધ હક્કથી આપણને વંચિત રાખી શકે એવી કોઈ તાકાત આ ધરતી ઉપર છે નહિ. બિરાદરો ! અફસરો અને સૈનિકો ! તમારા મુકત હૃદયના ટેકાથી અને અચળ વફાદારીથી આઝાદ હિંદ ફોજ હિંદુસ્તાનની મુકિતનું સાધન બની રહેશે. આપણો જરૂર વિજય થશે.'

રોજિંદા ફરમાનનો અંત 'ચલો દિલ્હી'ના નાદથી થયો હતો. વાઈસરોયના મકાન ઉપર ત્રિરંગી ઝંડો ફરકાવવાનો અને હિંદના પાટનગરના પુરાણા લાલ કિલ્લામાં વિજય-'પરેડ' કરવાનો નિર્ધાર એમાં દર્શાવાયેા હતેા.

: ૨ :

૬ઠ્ઠી નવેંબર : મંગળવાર

અદાલતની આગલા દિવસની કાર્યવાહી બરાબર સાંભળી શકતી નહોતી તેથી આજે ધ્વનિવર્ધક-યંત્રોના વધુ ભુંગળાં ગોઠવ્યાં હતાં.