પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૩૮ ]


સ૦ — આરેપીઓમાંના કોઈનું નામ એ યાદીમાં હતું ?

જ૦ — હા, કૅ. શાહનવાઝખાન એના એક સભ્ય હતા. ૧૯૪૫ની ૩૧ મી માર્ચે હું રંગુન પહોંચ્યો. આ૦ હિં૦ ફો૦ના કબજા હેઠળ આવનારા પ્રદેશના ભાવિ ગવર્નર લે. કર્નલ ચેટરજીએ એ પ્રદેશોના વહીવટ અંગે પોતે ઘડેલી યોજનાઓ, અને કાયદા-કાનુનો તપાસી જવાનું મને કહ્યું.

સ૦— ૧૯૪૪ના જુલાઈ સુધીમાં ત્રણ ગેરીલા રેજિમેન્ટનું શું થયું ?

જ૦ — તે પીછેહઠ કરતી કરતી માંડલે આવી પહોંચેલી.

સ૦— ૧૯૪૫ના એપ્રિલમાં આ૦ હિં૦ ફો૦ની લશ્કરી પરિસ્થિતિ શી હતી ?

જ૦— ૧૯૪૫ના એપ્રિલમાં અમને ખબર મળ્યા કે બ્રિટિશ સૈન્ય રંગુન તરફ આગળ વધી રહ્યું છે. અને જાપાનીઓ એને ખાલી કરી રહ્યા છે. આ૦ હિં૦ ફો૦ના છએક હજાર સૈનિકો એ વખતે રંગુનમાં હતા એમાંના અરધાને પૂરાં પડે એટલાં જ હથિયારો એમની પાસે હતાં, ૨૪ મી એપ્રિલે સુભાષચંદ્રબાબુએ રંગુન છોડ્યું. મેની ત્રીજીએ બ્રિટિશ સૈન્ય રંગુનમાં દાખલ થયું. સુભાષ બોઝની સહીવાળા ૧૯૪૫ની ૧૪મી માર્ચના એક ખાસ રોજિંદા ફરમાનમાં એમ ભારપૂર્વક કહેવાયું હતું કે :

'આઝાદ હિંદ ફોજના દરેક માણસે પોતાની જાતને એ ફોજના ગૌરવ અને સ્વમાનની સરંક્ષક માનવી જોઈએ. ફોજમાં રહેવાની જેની ઈચ્છા ન હોય તે સૌને ફોજ છોડી જવાની તક આપ્યા પછી જો બાયલાપણાનો કેાઈ બનાવ બનશે તો તેની સજા મોત હશે. કોઈપણ જાતના બાયલાપણા કે દગાખોરી સામે આપણે જલદ ધિક્કાર પેદા કરવાનો છે. ક્રાંતિકારી સેનાના સૈનિક માટે