લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૯ ]


બાયલાપણાથી વધુ ભયંકર ગુનો કોઈ નથી. સાફસૂફી થઈ જાય તે પછી આઝાદ હિંદ ફોજના દરેક સૈનિકે માતૃભૂમિની મુક્તિ માટેની પ્રતિજ્ઞા કરી લેવી પડશે. દગાખોર તત્ત્વોની માહિતી આપનારાઓ અને બાયલાં તત્ત્વોના પકડનારા અને ગોળીએ દેનારાઓને ખાસ બદલો આપવામાં આવશે.'

તે પછી, ફરિયાદપક્ષના વકીલે રજૂ કરેલા સંખ્યાબંધ દસ્તાવેજોને સાક્ષીએ એાળખાવ્યા અને પોતે પણ કેટલાક દસ્તાવેજી પુરાવા રજુ કર્યા. બપોરના સાડાબાર વાગે અદાલત ભેાજન માટે ઊઠી ત્યારે, આજના ભાઈબીજના ઉત્સવ નિમિત્તે કૅ. સેહગલની બે બહેનેએ પોતાના ભાઈના કપાળે કંકુનો ચાંદલો કર્યો. બીજા બે આરોપીઓના કપાળે પણ ચાંદલો કરવા જતી એ બહેનોને રોકવામાં આવી; કારણ કે એ બે આરોપીઓ એમના કુટુંબીજનો નથી.

અદાલત ફરી મળી ત્યારે સાક્ષોએ એક દસ્તાવેજ રજૂ કર્યો. સુભાષચંદ્ર બોઝનું એ ખાસ રોજિંદુ ફરમાન હતું. એમાં કહેવાયું હતું કે, 'આખી દુનિયાની અાંખો આ૦હિં૦ફો૦ ઉપર મંડાઈ છે. નીપોનનાં દળો સાથે મળીને આ૦ હિં૦ ફો૦નાં દળો વળતું આક્રમણ શરૂ કરનાર છે. આ૦ હિં૦ ફો૦નો વાવટો પ્રથમ આપણે આરાકાનના પહાડો ઉપર અને પછી દિલ્હીમાં વાઈસરોયના મહેલ ઉપર અને લાલ કિલ્લા ઉપર ફરકાવશું. આપણો વિજય નિશ્ચિત છે. ઇન્કીલાબ ઝીંદાબાદ. આઝાદ હિંદ ઝીંદાબાદ.'

સુભાષચંદ્ર બોઝે લે. ધિલન ઉપર લખેલો એક કાગળ સાક્ષીએ રજૂ કર્યો. એમાં લે. ધિલનમાં પૂરી શ્રદ્ધા દર્શાવવામાં આવી હતી. હિંદુસ્તાનની આઝાદીના માર્ગમાં દુનિયાની કોઈ સત્તા ઊભી રહી શકે તેમ નથી એમ તેમાં જણાવ્યું હતું.

સાક્ષીએ કહ્યું કે ૧૯૪૫ના મેની શરૂઆત સુધી એ રંગુનમાં