લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૪૦ ]

હતા અને એ વર્ષના એપ્રિલની આખર સુધીમાં આ૦ હિં૦ ફો૦ના દફતરોનો નાશ કરવામાં આવ્યો નહોતો એવી એમને માહિતી છે.

તે પછી બચાવપક્ષ તરફથી પરદેશોમાંથી બેાલાવાયેલા સંખ્યાબંધ સાક્ષીઓ દિલ્હી પહોંચતાં કેટલો વખત લાગશે વગેરે વિગતોના સવાલ- જવાબ જજ - એડવોકેટ, શ્રી. ભુલાભાઈ અને ફરિયાદપક્ષના લશ્કરી ધારાશાસ્ત્રીએ લે. કર્નલ વૉલ્શ વચ્ચે થયા. મુદત પાડવા વિશે વિચાર કરવા અદાલતે દસ મિનિટની વિદાય લીધી. પાછા ફરીને જજ–એડવોકેટે જાહેર કર્યું કે ૨૧મી નવેંબર સુધીની મુદત પાડવામાં આવી છે.

: ૩ :

૨૧મી નવેંબર : બુધવાર

ફરિયાદપક્ષના પહેલા સાક્ષી લે. નાગની ઊલટતપાસ બચાવપક્ષના ધારાશાસ્ત્રી શ્રી. ભુલાભાઈએ આજે શરૂ કરી.

લે. નાગે જણાવ્યું કે, ' સપ્ટેંબર ૧૯૪ર થી ડીસેંબર ૧૯૪૨ સુધી અને પછીથી મે ૧૯૪૩થી આખર સુધી હું આ૦ હિં૦ ફો૦ નો સભ્ય હતો. વચગાળાના સમયમાં એક કટોકટી ઊભી થઈ હતી. પહેલેથી છેલ્લે સુધીમાં મેં બે હોદ્દા સંભાળ્યા હતા. જજ-એડવોકેટ જનરલનો અને ડેપ્યુટી-એડજટન્ટ-જનરલનો. જજ-એડવોકેટ- પ્રથમ તો મેં આઝાદ હિંદ ફોજ કાનૂન ઘડ્યો અને પછી મારું કામ અા૦ હિં૦ ફો૦ના કાયદેસરના વહીવટનું ધ્યાન રાખવાનું, એટલે કે લશ્કરી અદાલતની કામગરીનો ખ્યાલ રાખવાનું, તપાસ કરવાનું અને શિસ્તભંગના કિસ્સાઓ તપાસવાનું હતું.

'૧૯૪૩ની ૨૧મી ફેબ્રુઆરીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની જાહેરાત થઈ હતી. પણ હું એનો કાનૂની સલાહકાર નહોતો. હું તો આ૦ હિં૦ ફો૦નો કાનૂની સલાહકાર હતો. આ૦હિં૦