પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૧ ]


સરકારના કાનૂની સલાહકાર તો બંગાળની સિવિલ સર્વિસના એક શ્રી સરકાર હતા.

'જાપાન લડાઈમાં ઊતર્યું ત્યારે હું પીનાંગમાં હતો. જાપાની લડાઈ ૧૯૪૧ ની ૮મી ડીસેંબરે શરૂ થઈ અને પીનાંગથી ૧૫મી ડીસેંબરે નીકળીને અમે જાન્યુઆરીની ૨૫મીએ સિંગાપુર પહોંચ્યા. સિંગાપુર ઉપર ૧૬મી ફેબ્રુઆરીએ થયેલા વિમાની હુમલામાં હું ઘાયલ થયો હતો. અને મને ઇસ્પિતાલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો......જજ-એડવોકેટનો હોદ્દો મેં રાજીખુશીથી સ્વીકાર્યો હતો. મારું પહેલું કામ આ૦ હિં૦ ફો૦ કાનૂન ઘડવાનું હતું, કાનૂન ઘડવાનો આશય એ હતો કે સુધરેલી દુનિયાના શિરસ્તા મુજબ ફોજનું સંચાલન થઈ શકે. હું કામ કરતો બંધ પડ્યો, ત્યાં સુધીના આખા સમય દરમિયાન એ કાનૂનનું પાલન થયું હતું......'

સાક્ષીએ જણાવ્યું કે ૧૯૪૩ની ૨૧મી ઑક્ટોબરે સિંગાપુરમાં એક જંગી સભા ભરાયેલી તેમાં પોતે હાજર હતા. એ સભામાં આઝાદ હિંદ સરકારની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. સભામાં આ૦ હિં૦ ફો૦ના સૈનિકો, હિંદી નાગરિકો, જાવાની અફસરો અને મલાયા, થાઈલેંડ, સુમાત્રા, હિંદી-ચીન અને હોંગકોંગમાંથી આવેલા હિંદી પ્રતિનિધિઓ હાજર હતા.

તે પછી શ્રી.ભુલાભાઈ એ આઝાદ હિંદ સરકારની સ્થાપનાનું જાહેરનામું વાંચી સંભળાવ્યું: