'૧૭૭૫ માં બંગાળમાં અંગ્રેજોને હાથે પહેલીવાર પરાજય પામ્યા પછી, હિંદુસ્તાનની પ્રજા એકસો વર્ષના ગાળા દરમિયાન આકરી અને ઘોર લડાઈએાની એક પરંપરા લડી હતી. આ કાળનો ઇતિહાસ અજોડ વીરતા અને સ્વાર્પણની કથાઓથી ભરપૂર છે. બંગાળના સિરાજુદુલ્લા અને મોહનલાલ, દક્ષિણ હિંદના હૈદરઅલી, ટિપ્પુ સુલતાન અને વેલુ તામ્પી, મહારાષ્ટ્રના અપ્પા સાહેબ ભોંસલે અને પેશ્વા બાજીરાવ, ઔંધની બેગમો, પંજાબના સરદાર શ્યામસીંઘ અટારીવાલ, અને છેલ્લે, પણ કોઈથી ય ઊતરે નહિ તેવાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, દુમરાવનના મહારાજ કુંવરસીંઘ અને નાના સાહેબ તથા બીજાએા – આ બધા યોદ્ધાઓનાં નામ એ ઇતિહાસનાં પાનાં ઉપર સદાને માટે સોનેરી અક્ષરોમાં કોરાઈ ચૂક્યાં છે. આપણાં કમભાગ્યે આપણા પૂર્વજો પહેલેથી જ એ ન સમજી શક્યા કે અંગ્રેજો આખા હિંદુસ્તાન માટે એક મહાન ભય સમાન છે; અને તેથી દુશ્મન સામે એમણે સંયુક્ત મોરચો ઊભો કર્યો નહિ.
આખરે, સંજોગો સાચે જ કેવા છે તેનું ભાન જ્યારે હિંદી પ્રજાને થયું ત્યારે એમણે ભેગા થઈને પગલું ભર્યું. અને ૧૮પ૭ માં બહાદુરશાહના નેજા હેઠળ, આઝાદ માનવીઓ તરીકેની એમની છેલ્લી લડાઈ તેઓ લડ્યા. આ લડાઈના શરૂઆતના કાળમાં મળેલા ઝળહળતા વિજયોની પરંપરા