પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૪૪ ]


આઝાદીને કાજે સહન કરવાનું, ભોગ દેવાનું અને મરવાનું પ્રજાને વ્યકિતગત દૃષ્ટાંતોથી શીખવવામાં આવ્યું. મધ્યબિંદુથી તે દૂર દૂરનાં ગામડાં સુધીના હિંદીઓને એક જ રાજકીય સંસ્થામાં ગૂંથી લેવામાં આવ્યા. આ રીતે હિંદી પ્રજાએ પોતાની રાજકીય જાગૃતિ પાછી મેળવી. એટલું જ નહિ, પણ ફરી એકવાર એ એક જીવંત રાજકીય તાકાત બની. હવે, એક ધ્યેય માટે તે એક જ અવાજે બોલી શકતી હતી અને એક જ મકસદથી મથી શકતી હતી. ૧૯૩૭થી ૧૯૩૯ સુધીમાં આઠ પ્રાંતોમાંનાં કોંગ્રેસી પ્રધાનમંડળો દ્વારા તેણે પોતાનો વહીવટ કરવાની શકિત અને તૈયારીની સાબિતિ આપી.

આ રીતે આ વિશ્વયુદ્ધની આગલી સંધ્યાએ હિંદુસ્તાનની સ્વાધીનતાના આખરી સંગ્રામ માટેની પૂર્વભૂમિકા રચાઈ ચૂકી હતી. આ લડાઈ દરમિયાન જર્મની અને તેના સાથીએાએ મળીને આપણા દુશમન ઉપર યુરોપમાં સજજડ પ્રહારો કર્યા છે, અને જાપાન અને તેના સાથીઓએ મળીને આપણા દુશ્મનને પૂર્વ એશિયામાં ધૂળ ચાટતો કર્યો છે. ઘણા જ શુભ સંજોગેાના એકીકરણને લીધે આજે હિન્દી પ્રજાની સામે પોતાની રાષ્ટ્રીય મુક્તિ મેળવવાની એક અજબ તક આવી છે.

તાજેતરમાં ઇતિહાસમાં પહેલી જ વાર પરદેશેામાં વસતા હિંદીઓમાં પણ રાજકીય જાગૃતિ આવી છે. અને એક સંસ્થામાં તેઓ એકત્ર બન્યા છે. વર્તનમાંના પોતાના દેશભાઈએાની સાથે એક સૂરે તેઓ વિચાર કરી